Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

નેશનલ લીગ: જર્મનીને નેધરલેન્ડે આપી 3-0થી માત

નવી દિલ્હી: નેશનલ લીગ કપ ફૂટબોલમાં નેધરલેન્ડે ઘરઆંગણે ખેલાયેલા મુકાબલામાં જર્મનીને -૦થી હરાવીને ઈતિહાસ રચી દીધો હતો. નેધરલેન્ડે ફૂટબોલ ઈતિહાસમાં પહેલી વખત સુપર પાવર તરીકે ઓળખાતા જર્મનીને -૦થી પરાજય આપ્યો હતો. સાથે જર્મનીના કોચ તરીકે રેકોર્ડ ૧૬૮ મેચો પુરી કરનારા યોકિમ લો નું સ્થાન જોખમમાં આવી ગયું છે. જર્મનીની ટીમ છેલ્લી ત્રણ મેચોમાં ગોલ ફટકારી શકી નથી અને કારણે યોકિમ લો ની કોચિંગ ટેકનિક અને વ્યુહરચના સામે પ્રશ્નાર્થ સર્જાયો છેજર્મનીને ચાલુ વર્ષે યોજાયેલા ફિફા વર્લ્ડ કપમાં મેક્સિકો સામે હારનો સામનો કરવો પડયો હતો. પછી જર્મન ટીમ ગૂ્રપ સ્ટેજમાંથી બહાર ફેંકાઈ હતી. ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે રમવા ઉતરેલા જર્મનીએ વર્લ્ડ કપમાં અત્યંત કંગાળ દેખાવ કર્યો હોવા છતાં જર્મનીના ફૂટબોલ ફેડરેશને યોકિમ લો ને કોચ તરીકે જારી રાખવાનો નિર્ણય લીધો હતો.નેધરલેન્ડ ચાલુ વર્ષે રમાયેલા વર્લ્ડ કપમાં ક્વોલિફાય પણ થઈ શક્યું નહતુ. જોકે તેના યુવા ખેલાડીઓએ શાનદાર દેખાવ કરતાં જર્મનીને મહાત કર્યું હતુ. નેધરલેન્ડ તરફથી વિર્ગીલ વાન ડીકે પ્રથમ ગોલ ફટકાર્યો હતો. જે પછી મેન્ફીસ ડેપાયે અને જેઓર્જીનીઓ વિજનાલ્ડમે ગોલ નોંધાવ્યા હતા. યોકિમ લોની ટીમ છેલ્લી ૧૦માંથી મેચો હારી ચૂક્યું છેપરાજય બાદ યોકિમ લો કહ્યું કે, અમારા ખેલાડીઓમાં આત્મવિશ્વાસનો અભાવ જોવા મળી રહ્યો છે. અમે આગવી લય મેળવવાથી જરાય દૂર નથી. જોકે ટીમને કેટલાક મહત્વના ખેલાડીઓની ગેરહાજરી અનુભવાઈ રહી છે, જેઓ ઈજાના કારણે ટીમની સાથે જોડાયા નથી

 

(4:34 pm IST)