Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

ફિફા વર્લ્ડકપ :હેરી કેનને મળ્યો ગોલ્ડન બૂટ એવોર્ડ: પાંચ દિગ્ગજ બીજા નંબરે

મોસ્કો :ઇંગ્લેન્ડની ટીમ વર્લ્ડકપ જીતવામાં સફળ ન રહી પરંતુ તેના ખેલાડીએ ઇતિહાસ રચતા ગોલ્ડનબુટ એવોર્ડ જીત્યો હતો ફીફા વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડીને ગોલ્ડન બૂટનો એવોર્ડ આપવામાં આવે છે. આ ગોલ્ડન બૂટ એવોર્ડ જીતવાની દોડમાં ઈંગ્લેન્ડના કેપ્ટન હેરી કેન સૌથી આગળ છે. કેને આ ટૂર્નામેન્ટમાં કુલ 6 ગોલ કર્યા હતા તેનો રેકોર્ડ કોઇ તોડી શક્યું નહોતું. તેને જ ગોલ્ડ બુટ એવોર્ડ એનાયત કરાયો હતો. 

ફીફા વર્લ્ડ કપ 2018 :કોના કેટલા ગોલ :
1. હેરી કેન (ઈંગ્લેન્ડ) - 6 ગોલ (ગોલ્ડન બૂટ વિનર)
2. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (પોર્ટુગલ) - 4 ગોલ
3. ડેનિસ ચેરિશેવ (રૂસ) - 4 ગોલ
4. રોમેલુ લુકાકૂ (બેલ્જિયમ)- 4 ગોલ
5. એન્ટોનિયો ગ્રીજમૈન (ફ્રાન્સ) - 4 ગોલ
6. આર્ટેમ ડેજુબા (રૂસ) - 3 ગોલ
7. ડિએગો કોસ્ટા (સ્પેન) - 3 ગોલ
8. ઈડન હેજર્ડ (બેલ્જિયમ) - 3 ગોલ
9. એડિસન કવાની (ઉરુગ્વે) - 3 ગોલ
10. કાઇલિયાન એમ્બાપ્પે (ફ્રાન્સ) - 3 ગોલ
11. યેરી મીના (કોલંબિયા) - 3 ગોલ

(12:41 am IST)