Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

નોવાક જોકોવિચે વિમ્બલ્ડનનું ટાઇટલ જીત્યું : કેવિન એન્ડરસનને સીધા સેટમાં 6-2, 6-2, 7-6 (7/3)થી આપ્યો પરાજય

આ પહેલા 2011, 2014 અને 2015માં આ ટાઇટલ જીત્યું હતું.

લંડનઃ પૂર્વ વર્લ્ડ નંબર વન નોવાક જોકોવિચે સાઉથ આફ્રિકાના કેવિન એન્ડરસનને હરાવીને વિમ્બલ્ડનનું ટાઇટલ જીતી લીધું છે ફાઇનલ મેચમાં સર્બિયાઇ સ્ટારે એન્ડરસનને સીધા સેટમાં 6-2, 6-2, 7-6 (7/3)થી પરાજય આપ્યો. આ જોકોવિચનું ચોથું વિમ્બલ્ડન ટાઇટલ છે, જ્યારે ઓવરઓલ 13મું ગ્રાન્ડસ્લેમ ટાઇટલ છે. તેણે આ પહેલા 2011, 2014 અને 2015માં આ ટાઇટલ જીત્યું હતું. 

 જોકોવિચે પ્રથમ સેટ માત્ર 21 મિનિટમાં 6-2થી પોતાના નામે કરી લીધો. રોજર ફેડરરને હરાવનાર એન્ડરસન બદાવમાં દેખાયો. પ્રથમ સેટ જીત્યા બાદ જોકોવિચને બીજો સેટ જીતવામાં કોઇ મુશ્કેલી ન પડી. તેણે આ સેટ પણ 6-2થી પોતાના નામે કરી લીધો. 

   ત્રીજા અને નિર્ણાયક સેટમાં એન્ડરસને વાપસી કરતા જોકોવિચને ટક્કર આપી. પરંતુ પૂર્વ નંબર વન ખેલાડીને પછાડી ન શક્યો. જોકોવિચે આ સેટ 7-6થી પોતાના નામે કરીને ટાઇટલ જીતી લીધું.

(9:48 pm IST)