Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

ફીફાઃ ઇંગ્લેન્ડને હરાવી બેલ્જિયમે ત્રીજું સ્થાન કબ્જે કયું

સેંટ પિટર્સબર્ગઃ ફીફા વિશ્વકપમાં ત્રીજા સ્થાન માટે  બેલ્જિયમ અને ઇંગ્લેન્ડ વચ્ચેના  મુકાબલામાં થોમસ મ્યૂનેર અને એડન હર્ઝાડના  ગોલથી બેલ્જિયમે ઇંગ્લેન્ડને પરાસ્ત કરીને ત્રીજું સ્થાન કબ્જે કર્યુ હતુ. એકતરફી રહેલા મેચમાં ઇંગ્લેન્ડનું  ડિફેન્સ અને ફોરવર્ડ  એકદમ ફલોપ રહ્યું  હતું. તેમજ કેપ્ટન હેરી કેને પણ  ગોલ કરવાનો મોકો ગુમાવ્યો હતો. મ્યૂનેરે મેચની ચોથી મિનિટે જ ગોલ કરીને સરસાઇ  મેળવી લીધી હતી. જયારે હઝાર્ડે  ૮રમી મિનિટે ગોલ કરી નિશ્ચિત  જીત કરી હતી.

(12:44 pm IST)