Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

કાઉન્ટી ક્રિકેટમાં ઇશાંત શર્માએ પાંચ વિકેટ ઝડપી

નવી દિલ્હી: આઈપીએલ સીઝન ૧૧માં કોઈ ખરીદદાર ન મળ્યા બાદ કાઉન્ટી ક્રિકેટ તરફ વળનાર ટીમ ઇન્ડિયાના સ્ટાર બોલર ઇશાંત શર્માએ શાનદાર પ્રદર્શન કર્યું છે. પોતાની ટીમ સસેક્સ માટે ડેબ્યૂ મેચ રમચાં ઈશાંતે પાંચ વિકેટ ઝડપી વિરોધી ટીમને મુશ્કેલમાં મુકી દીધી અને પોતાની ટીમ માટે મેચ ડ્રો તરફ લઈ ગયા. 

બર્િંમઘમમાં રમાઈ રહેલ ડિવીઝ ૨ના આ મેચમાં સસેક્સની ટીમે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. બેટિંગ કરવા આવેલ વાર્વિકશાયરની ટીમે ૨૯૯ રન બનાવ્યા. પરંતુ ઇશાંતે પ્રથમ ઇનિંગમાં વિરોધી ટીમની ૩ વિકેટ ઝડપી. પ્રથમ વખત કાઉન્ટીમાં રમવા ઉતરેલ ઇશાંતે એમડ હોજ, વિકેટકીપર ટિમ એમ્બ્રોજ અને ઓપનર વિલ રોડ્સની વિકેટ ઝડપી. ત્યાર બાદ સસેક્સની ટીમે બેટિંગ કરતાં ૩૭૪ રન બનાવ્યા. બોલિંગની સાથે સાથે ઈશાંતે બેટિંગ પર પણ હાથ અજમાવ્યો અને ૨૨ રનનો મહત્ત્વનો ફાળો આપ્યો. પરંતુ બીજી ઇનિંગમાં કેપ્ટને એક વખત ફરી ઇશાંત પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને ઈશાંતે વિરોધી ટીમની ત્રણમાંથી બે વિકેટ પોતાના નામે કરી. દિલ્હીના ૨૯ વર્ષીય ઇશાંતે વિરોધી ટીમના બે મહત્ત્વપૂર્ણ બેટ્સમેન ઇઆન બેલ અને જોનાથન ટ્રોટની વિકેટ ઝડપી. જોકે અંતમાં આ ચાર દિવસીય મેચ ડ્રો પર ખત્મ થયો. 

(5:32 pm IST)