Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

રોહિતે પોતાની ઈનિંગ્સનું શ્રેય આપ્યુ લુઈસને

વેસ્ટ ઈન્ડિઝના આ બેટ્સમેને મુંબઈના કેપ્ટનને સેટ થવાની તક આપી

બેંગ્લોરની ટીમને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓ ટીમના ઓનર નીતા અંબાણી સાથે વાનખેડે સ્ટેડિયમમાં રિલાયન્સ ફાઉન્ડેશન એજ્યુકેશન એન્ડ સ્પોટ્ર્સ ફોર ઓલ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલમાં ભાગ લેવા પહોંચ્યા હતા. અસીમા અને શિશુ વિકાસ નામના બે નોન - ગવર્નમેન્ટલ ઓર્ગેનાઈઝેશન વચ્ચે ફાઈનલ રમાઈ હતી. જેમાં રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, જશપ્રીત બુમરાહ અને લસીથ મલીન્ગાએ બાળકો સાથે મેચમાં ભાગ લીધો હતો અને કોચ માહેલા જયવર્દનને અમ્પાયરની ભૂમિકા ભજવી હતી. આર્થિક સામાજીક રીતે પછાત ૧૦૦૦ જેટલા બાળકોએ સ્ટેડિયમમાં બેસીને મેચનો આનંદ માણ્યો હતો. મેચ દરમિયાન બાળકો સાથે સેલ્ફી લેતો રોહિત શર્મા.

(1:08 pm IST)