Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

ઓસ્ટ્રેલિયન ટીમના ઓલ રાઉન્ડર ગ્લેન મેક્સવેલને માનસિક બીમારી: થૉડા સમય માટે ક્રિકેટથી બ્રેક લીધો

મેક્સવેલને બોર્ડ તરફથી સંપૂર્ણ સહયોગ મળશે: ગરમી દરમિયન ટીમમાં પાછા ફરે તેવી શકયતા

મુંબઈ : ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર ખેલાડી ગ્લેન મેક્સવેલે ક્રિકેટથી થોડા સમય માટે બ્રેક લીધો છે. મળતી માહિતી મુજબ તેની માનસિક સ્વાસ્થ્યને લઇને તેણે આ નિર્ણય લીધો છે. મેક્સવેલ ક્રિકેટમાં છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મનો સામનો કરી રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના સાઇકોલોજીસ્ટના કહેવા પ્રમાણે મેક્સવેલ માનસિક સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે.

                ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના કાર્યકારી વડા બેન ઓલિવરે કહ્યું છે કે મેક્સવેલને બોર્ડ તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. અમારા ખેલાડીઓ અને કર્મચારીઓનું કલ્યાણ અમારા માટે સર્વોપરિ છે. તેમને અમારું સંપૂર્ણ સમર્થન છે. મેક્સવેલે 7 ટેસ્ટમાં 339, 110 વન-ડેમાં 2877, અને 61 T-20 માં 1,576 રન કર્યા છે. ટેસ્ટ અને વન-ડે માં તેણે સદીઓ ફટકારેલી છે. T-20માં પણ ત્રણ શતકીય રમત રમ્યો છે.
               ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું છે કે બોર્ડ મેક્સવેલની ઘરેલુ ટીમ વિક્ટોરિયા સાથે કામ કરશે, જેથી તે પોતાની ઈચ્છા પ્રમાણે પરત ફરવા માટે સફળ થઈ શકે. તે એક ખાસ ખેલાડી છે અને ઓસ્ટ્રેલિયા ક્રિકેટ પરિવારનો મહત્વનો હિસ્સો છે. અમને આશા છે કે ગરમી દરમિયન તેઓ ટીમમાં પાછા જોવા મળશે.

(11:31 pm IST)