Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને પછાડ્યુઃ ૨-૦થી ટી-૨૦ સિરીઝ જીતી લીધી

શ્રીલંકા ૧૧૭/૧૦ : ઓસ્ટ્રેલિયા ૧૧૮/૧ : સ્મિથ - વોર્નરે રંગ રાખ્યો

બ્રિસ્બેન : ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચોની ટી-૨૦ સીરીઝ શ્રીલંકા સામે ૨-૦થી જીતી લીધી છે. પ્રથમ વખત ઘરઆંગણે શ્રીલંકા સામે શ્રેણી જીતી છે. આ પહેલા ૨૦૧૦, ૨૦૧૩ અને ૨૦૧૭માં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ૨૦૧૬માં શ્રીલંકાની ધરતી ઉપર ૨-૦થી વિજયી મળ્યો હતો.શ્રીલંકાએ ટોસ જીતી બેટીંગ કરતા ૧૯ ઓવરમાં આખી ટીમ માત્ર ૧૧૭ રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. કુશલ પરેરાએ ૨૭ અને દનુષ્કા ગુણાતિલકાએ ૨૧ રન બનાવ્યા હતા. બાકીના બેટ્સમેનો ફેઈલ ગયા હતા. ઓસ્ટ્રેલીયાના બીલી સ્ટેનલેક, પેટ કમીન્સ,  એસ્ટન  એગર અને ઝામ્પાએ ૨-૨ વિકેટો લીધી હતી.જવાબમાં ઓસ્ટ્રેલિયાની શરૂઆત પણ સારી રહી ન હતી. પ્રથમ ઓવરમાં જ કેપ્ટન ફીન્ચ આઉટ થયો હતો. બાદ સ્ટીવ સ્મિથ અને ડેવીડ વોર્નરે બીજી વિકેટની ૧૧૭ રનની ભાગદારી નોંધાવી હતી. વોર્નર ૬૦ અને સ્મિથ ૫૩ રને નોટઆઉટ રહ્યા હતા. સીરીઝનો અંતિમ મુકાબલો હવે કાલે તા.૧ નવેમ્બરના રમાશે.

(3:08 pm IST)