Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

ટોકયો ૨૦૨૦ બોકિસંગ ટેસ્ટ ઈવેન્ટની ફાઈનલમાં થાપા અને પૂજાની એન્ટ્રી

ટોકયોઃ ટોકયો ૨૦૨૦ બોકિસંગ ઈવેન્ટમાં ૬૩ કિલોગ્રામ કેટેગરીમાં શિવા થાપાને અને ૭૫ કિલોગ્રામ કેટેગરીમાં પૂજા રાનીએ પોતપોતાના હરીફને પડછાટ આપીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.

શિવા થાપાએ સેમી ફાઈનલમાં જાપાનની ડૈસુકે નરીમાત્સુને, જયારે પૂજા રાનીએ બ્રાઝિલની બિટ્રિઝ સૌરેસને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આ બે પ્લેયરો ઉપરાંત જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપની ૫૧ કિલોગ્રામ કેટેગરીમાં નિખત ઝરીન અને ૭૫ કિલોગ્રામ કેટેગરીમાં વહીમપુચ્યાએ બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડયો હતો.

(1:17 pm IST)