Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

કમિંગસૂન... બૂમીનો મેસેજ

નવી દિલ્હી : ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ છેલ્લા કેટલાક સમયથી ઈજાને કારણે ટીમમાંથી બહાર છે અને આરામ કરી રહ્યો છે. જોકે તાજેતરમાં જિમમાં પોતાનો એક કોટો કિલક કરીને તેણે 'કમિંગ સુન'ના મેસેજ સાથે ચાહકોને સંકેત આપ્યો છે કે ટીમમાં હું વહેલી તકે કમબેક કરવાનો છું. વેસ્ટ ઇન્ડીઝ પછીની સિરીઝ બાદ બુમરાહ ઈજાને કારણે ટીમમાંથી બહાર છે, જેને કારણે સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં તેને સ્થાન મળ્યું નહોતું. જોકે બુમરાહ હજી રિકવરી સ્ટેજ પર હોવાને કારણે તેને બંગલા દેશ સામેની સિરીઝમાં પણ આરામ અપાયો છે.

(1:15 pm IST)