Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

શાકીબ પર મુકાયો બે વર્ષનો પ્રતિબંધ

સિરીઝ પહેલા બાંગ્લાદેશને ફટકો : સાથી ક્રિકેટરો સાથે હડતાલ પાડી હતી

ઢાકા : બંગલા દેશના ક્રિકેટર શાકિબ-અલ-હસન પર બે વર્ષનો પ્રતિબંધ મુકાયો, જેમાં એક વર્ષનું સસ્પેન્શન મુકાયું હોવાની જાહેરાત કરાઈ હતી. આ જાહેરાત ઢાકાના શેર-એ- બંગલા સ્ટેડિયમમાં યોજાયેલી એક પ્રેસ- કોન્ફરન્સ દરમ્યાન કરવામાં આવી હતી. જેમાં બંગલાદેશ ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ (બીસીબી) નઝમુલ હસન પણ હાજર હતા. શાકીબ હવે બે વર્ષ સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટના કોઈ પણ ફોર્મેટમાં ભાગ નહીં લઈ શકે. શાકિબ આઇસીસીના એન્ટિ કરપ્શન કોડના ત્રણ નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાની વાત સ્વીકારી હતી.

વાસ્તવમાં બંગલાદેશના ટી-ર૦ ક્રિકેટ ટીમના કેપ્ટન શાકિબ-અલ-હસનને ભારત સામેની સિરીઝ પહેલાંની ટ્રેઇનિંગથી દૂર રાખવામાં આવી રહ્યો છે અને આ સંદર્ભ બંગલા દેશના એક સ્થાનિક સમાચારપત્ર દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા સમાચાર મુજબ ભ્રષ્ટ અભિગમને લીધે શાકેબ પર પ્રતિબંધ મૂકવાની વાત કહેવામાં આવી હતી. શાકિબ મીરપુર માં યોજાયેલા પ્રેકિટસ-સેશનમાં પણ ભાગ નહોતો લીધો અને થોડા દિવસ અગાઉ શાકિબે તેના કેટલાક સાથીપ્લેયરો સાથે કેટલાક મુદ્દાને કેન્દ્રસ્થાને રાખીને હડતાલ કરી હતી.

(1:14 pm IST)