Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

ઓસ્ટ્રેલીયાના વિસ્ફોટક બેટ્સમેન મેકસવેલે ક્રિકેટમાંથી અચાનક બ્રેક લીધો

શ્રીલંકા સામેની ચાલી રહેલ ટી-૨૦ સીરીઝમાં ફીફટી પણ ફટકારેલ

સીડનીઃ ઓસ્ટ્રેલીયન ક્રિકેટ ટીમ માટે  અચાનક આંચકારૂપ સમાચાર આવ્યા છે. શ્રીલંકા સામે ચાલી રહેલ ૩ ટી- ૨૦ મેચોની સીરીઝમાં ઈનફોર્મ બેટ્સમેન ગ્લેન મેકસવેલે કાલે રમાનાર ત્રીજા ટી- ૨૦ મેચ પહેલા અચાનક અનિશ્ચિત સમય માટે ક્રિકેટમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલીયન ટીમના મનોવૈજ્ઞાનિક ડો.માઈકલ લોઈડે માહિતી આપતા જણાવેલ કે મેકસવેલને પોતાના માનસીક સ્વાસ્થ્યના સંબંધમાં કેટલીક મુશ્કેલીઓ પડી રહી છે, જેના કારણે તેણે કેટલોક સમય ક્રિકેટથી દુર રહી માનસિક સમસ્યામાંથી નિકળવાનો પ્રયાસ કરશે. મેકસવેલની જગ્યાએ ડી આર્કીનો ટીમમાં સમાવેશ કરાયો છે. મેકસવેલે શ્રીલંકા વિરૂધ્ધના એડીલેડમાં રમાયેલ પહેલા ટી-૨૦ મેચમાં તાબડતોબ ફીફટી પણ ફટકારી હતી. ક્રિકેટ ઓસ્ટ્રેલીયાએ પણ તેઓ પુરી રીતે મેકસવેલના સમર્થન હોવાનું જણાવેલ.

(1:14 pm IST)