Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

વિરાટ પર હુમલાની સંભાવના : સુરક્ષા વધારાઈ

પત્રમાં નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, અડવાણી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના પણ નામો

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમ પર આતંકવાદી હુમલો થવાના સમાચાર મળ્યા બાદ દિલ્હી પોલીસે કોહલી એન્ડ ટીમની સુરક્ષામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ને મળેલા એક અજાણ્યા પત્ર પ્રમાણે ટીમ ઇન્ડિયા પર ખાસ કરીને કેપ્ટન વિરાટ કોહલી પર આતંકવાદી હુમલો થવાની સંભાવના છે.

આ માહિતી મળ્યા બાદ ત્રીજી નવેમ્બરે ભારત-બાંગલાદેશ વચ્ચે રમાનારી પહેલી ટી-ર૦ મેચમાં સિકયોરિટી વધારી દેવામાં આવશે. આ મેચ દિલ્હીમાં આવેલા અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાવાની છે. પ્રાપ્ત થયેલા પત્રમાં વિરાટ કોહલીના નામ ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ, ગૃહપ્રધાન અમિતભાઈ શાહ, લાલ કૃષ્ણ અડવાણી, જે. પી. નડ્ડા અને મોહન ભાગવતનાં નામ લખાયેલાં છે.

એનઆઈએને આ પત્ર મળતાં એણે આ વાતની જાણ ભારતીય ક્રિકેટ બોર્ડને કરી છે. જોકે આ મોટી હસ્તીઓનાં નામ ધરાવતા પત્રને લઈને કોઈ પણ પ્રકારનું જોખમ લેવામાં નહીં આવે. ભારત અને બંગલા દેશ વચ્ચે ત્રણ ટી-૨૦ સિરીઝ ત્રીજી નવેમ્બરથી શરૂ થઈ રહી છે.

(1:13 pm IST)