Gujarati News

Gujarati News

News of Saturday, 31st August 2019

એશીઝ સીરીઝ : ચોથી ટેસ્ટ મેચ માટે ઇંગ્લેન્ડ ટીમ જાહેર : જેમ્સ એન્ડરસન બહાર: ક્રેગ ઓવર્ટનનો ટીમમાં સમાવેશ

ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે એશીઝ સીરીઝની ચોથી ટેસ્ટ શરુ થયા પહેલા ઇંગ્લેન્ડ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. એજબેસ્ટન ટેસ્ટ દરમિયાન ઈજાગ્રસ્ત  થતા જેમ્સ એન્ડરસન એશીઝ સીરીઝની બાકી બે ટેસ્ટ મેચથી બહાર થઈ ગયા છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ૪ સપ્ટેમ્બરથી શરૂ થનારી ચોથી એશીઝ ટેસ્ટ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. ઇંગ્લેન્ડે પોતાની ૧૩ સભ્યોની ટીમમાં ઈજાગ્રસ્ત જેમ્સ એન્ડરસનની જગ્યાએ સમરસેટના ઝડપી બોલર ક્રેગ ઓવર્ટનને ટીમમાં સામેલ કર્યા છે.

જેમ્સ એન્ડરસને  લંકાશાયર ઈલેવન માટે રમતા ૨૦ ઓવરની બોલિંગ કરી હતી બધાને આશા હતી કે, તે અહીંથી ટેસ્ટ મેચમાં ફીટ થઈને વાપસી કરશે પરંતુ કમનસીબે તે ઈજાથી બહાર આવી શક્યા નહીં અને તે આ અભ્યાસ મેચ સાથે-સાથે એશીઝથી પણ બહાર થઈ ગયા છે.

ઇંગ્લેન્ડની ૧૩ સભ્યોની ટીમમાં જેમ્સ એન્ડરસનની જગ્યાએ સામેલ કરવામાં આવેલ ક્રેગ ઓવર્ટને ૨૦૧૭ માં ઓસ્ટ્રેલિયા સામે ઇંગ્લેન્ડ માટે પોતાનું ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. તેમને અત્યાર સુધી માત્ર ૩ ટેસ્ટ મેચ રમી છે અને તે માર્ચ ૨૦૧૮ બાદ ઇંગ્લેન્ડની ટીમથી વાપસી કરી રહી છે. આ સીઝન તેમને આઠ કાઉન્ટી ચેમ્પિયનશીપ મેચમાં ૨૧.૩૪ ની એવરજથી ૩૨ વિકેટ લીધી છે.

ઇંગ્લેન્ડે ત્રીજી ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને બેન સ્ટોક્સની શાનદાર ઇનિંગના આધારે રોમાંચક રીતે એક વિકેટથી જીત પ્રાપ્ત કરી એશીઝ સીરીઝમાં ૧-૧ ની બરાબરી કરી હતી.

ઇંગ્લેન્ડની ૧૩ સભ્યો ટીમ આ પ્રકાર છે : જો રુટ (કેપ્ટન), રોરી બર્ન્સ, જેસન રોય, જો ડેનલી, જોની બેયરસ્ટો (વિકેટકીપર), જોસ બટલર, બેન સ્ટોક્સ, સૈમ કરન, ક્રીસ વોક્સ, જોફ્રા આર્ચર, સ્ટુઅર્ટ બ્રોડ, જૈક લીચ, ક્રેગ ઓવર્ટન.

(11:35 am IST)