Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

એશિયન ગેમ્સમાં ઈ-સ્પોર્ટ્સમાં ગુજરાતના કચ્છી યુવાન તીર્થ મહેતાએ જીત્યો બ્રોન્ઝ મેડલ;પ્રથમવાર સમાવેશ કરાયેલ ગેમ્સમાં ગુજરાતનું વધુ એક ગૌરવ ઝળહળ્યું

ભૂજઃ એશિયન ગેમ્સમાં પ્રથમ જ વાર સમાવેશ કરાયેલ ઇ-સ્પોર્ટ્સની ડેમો ગેમમાં ગુજરાતના કચ્છી યુવાન તીર્થ મહેતાએ બ્રોન્ઝ મેડલ જીતીને ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું છે. તીર્થ મહેતાએ ઇ-સ્પોર્ટ્સ એટલે કે કમ્પ્યૂટર ઉપર રમાતી ગેમ ‘હાર્થસ્ટોન’ માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. "હર્થસ્ટોન"માં ભારતનો નંબર ત્રીજો રહ્યો છે. તીર્થ મહેતા હવે એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યા પછી હવે ૨૦૨૧માં રમાનારી ઓલિમ્પિકમાં ભારત તરફથી રમશે.

(11:24 pm IST)