Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

યુએસ ઓપનમાં એન્ડી મરેની હાર

નવી દિલ્હી:સ્પેનના વર્ડાસ્કોએ એક મહત્વનો વિજય મેળવતા બ્રિટનના એન્ડી મરેને યુએસ ઓપનના બીજા રાઉન્ડમાં ૭-૫, ૨-૬, ૬-૪, ૬-૪થી પરાજય આપ્યો હતો. નડાલ, યોકોવિચ, ફેડરર અને મરે આ ચારેય સ્ટાર ખેલાડીઓ ઘણા લાંબા અરસા પછી ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટમાં ઉતર્યા હતા. મરે વર્ષમાં છ જ મેચ રમ્યો હોઇ ઇજા બાદ તેનું પુનરાગમન પ્રભાવી નહતું રહ્યું. આમ છતાં તે આટલી ઝડપથી વિદાય લેશે તેમ પણ નહતું લાગતું. ૨૦૧૨ના યુએસ ચેમ્પિયન મરેએ સાડા ત્રણ કલાક સુધી સંઘર્ષ કર્યો હતો.જયારે ત્રીજા રાઉન્ડમાં પ્રવેશતા નડાલે અનસીડેડ પોસ્પીસિલને ૬-૩, ૬-૪, ૬-૨થી પરાજય આપ્યો હતો. નડાલ પ્રથમ રાઉન્ડમાં એક સેટની સરસાઇ ધરાવતો હતો ત્યારે ફેરર ઇજાગ્રસ્ત થતા નિવૃ'૯૫ા થયો હતો અને નડાલે બીજા રાઉન્ડમાં આગેકૂચ કરી હતી.આર્જેન્ટિનાના ડેલપોટ્રોએ વર્લ્ડ નંબર ૭૨ અમેરિકાના ડેનિસ કુડલાને ૬-૩, ૬-૧, ૭-૬ થી આસાનીથી હરાવ્યો હતો. ૨૦૦૯નો યુએસ ચેમ્પિયન પોટ્રો આ વખતે નડાલ, યોકોવિચ અને મરેને પણ ભારે પડી શકે તેવું ફોર્મ ધરાવે છે. પોટ્રોની હવે પછી મેચ રસપ્રદ અને પડકારજનક બનશે જે વડોસ્કો સામે છે.વર્ડાસ્કોએ મરેને હરાવીને તેના ફોર્મની તાકત બતાવી દીધી છે.

(5:23 pm IST)