Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

ટીમ ઇન્ડિયાનો હવે પછીનો ધોની રોહિત શર્મા છે : રૈના

તે ઘણો શાંત છે, ખેલાડીઓને આત્મવિશ્વાસ આપે છે

નવી દિલ્હી, તા. ૩૧: ઇન્ડિયન ક્રિકેટ ટીમના પ્લેયર્સ સુરેશ રૈનાનું કહેવું છે કે પોતાના લીડરશીપ નૉલેજને કારણે રોહિત શર્મા નેક્સ્ટ એમ. એસ. ધોની બની શકે છે.

રોહિતનાં વખાણ કરતાં સુરેશ રૈનાએ કહ્યું કે 'મારા ખ્યાલથી ભારતીય ક્રિકેટ ટીમનો નેક્સ્ટ મહેન્દ્ર સિંહ ધોની રોહિત શર્મા છે. મેં તેને જોયો છે, તે ઘણો શાંત છે અને તેને સાંભળવું ગમે છે. સૌથી અગત્યનું તો એ કે તે પ્લેયરોમાં આત્મવિશ્વાસ જગાડી શકે છે. જ્યારે કૅપ્ટન ટીમને લીડ કરતો હોય છે ત્યારે ડ્રેસિંગ રૂમનો માહોલ પણ બનાવી રાખવો જરૂરી હોય છે. દરેક પ્લેયર કૅપ્ટન છે એવો તેનો વિચાર હોય છે. હું તેના નેતૃત્વમાં એશિયા કપમાં રમ્યો છું. મને ખબર છે તે શાર્દુલ ઠાકુર, વૉશિંગ્ટન સુંદર અને યુઝવેન્દ્ર ચહલ જેવા પ્લેયરોને કઈ રીતે કૉન્ફિડન્સ આપતો જોવા મળે છે.

(4:11 pm IST)