Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

ભારતનો સર્વશ્રેષ્ઠ ચેસ ખેલાડી આનંદ ઓનલાઈન ચેસમાં તળિયેથી બીજા સ્થાને

ચેન્નઈઃ ભારતનો સર્વશ્રેષ્ઠ ચેસ ખેલાડી વિશ્વનાથન આનંદ લેજન્ડ્સ ઓફ ચેસ નામની ઓનલાઈન ટુર્નામેન્ટના નવમા અને અંતિમ રાઉન્ડમાં હરીફ વેસીલ ઈવાન્ચુક સામે હારી જતાં આ સ્પર્ધામાં છેક તળિયેથી બીજા સ્થાન પર રહ્યો હતો. કુલ ૧,૫૦,૦૦૦ ડોલરના ઈનામવાળી આ આખી સ્પર્ધા ૫૦ વર્ષીય આનંદ માટે કમનસીબ રહી હતી, કારણકે તે આઠ ગેમ હાર્યો હતો. તે નવમા નંબર પર રહ્યો હતો અને પીટર લેકો અંતિમ (દસમા) ક્રમે હતો. તે કુલ ફકત સાત પોઈન્ટ મેળવી શકયો હતો. વર્લ્ડ નંબર- વન મેગ્નસ કાર્લસન પીઢ ખેલાડી વ્લાદિમીર ક્રેમ્નીકને ૩-૧થી હરાવીને બધી નવ મેચ જીતીને સ્પર્ધામં મોખરે રહ્યો હતો.

(3:02 pm IST)