Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

મહિલા હોકી વિશ્વકપ : ભારતનો આજે ખરાખરીનો જંગ ઇટાલી સામે જંગ

મહિલા વિશ્વકપમાં આજે ભારતનો ખરાખરીનો જંગ ઇટલી સામે યોજાશે ભારતીય ટીમ માટે ઇટલી સામેનો મેચ સરળ નહીં હોય,કવત્રત ફાઇનલમાં પહોંચવા બન્ને ટિમો વચ્ચે જોરદાર મુકાબલો થશે

  ભારતીય મહિલા હોકી ટીમને વિશ્વકપમાં ક્રોસઓવર મુકાબલામાં ઇટાલીનો સામનો કરવો પડશે આ મેચ ભારતીય ટીમ માટે કરો ય મરો જેવો હશે કારણ કે જો ભારતનો પરાજય ટીમની સફર સમાપ્ત કરી શકે છે

  આ મેચમાં જીતીને ટીમ અંતિમ-8માં પ્રવેશ કરી શકશે લંડનના લી વૈલી હોકી એન્ડ ટેનિસ સેન્ટરમાં આ મુકાબલો ભારતીય સમયાનુસાર રાત્રે 10-30 વાગ્યે રમાશે જીતનાર ટીમ ક્વાર્ટર ફાઇનલમાં 2 ઓગસ્ટે આયર્લેન્ડ વિરુદ્ધ ઉતરશે

  ભારતીય મહિલા હોકી ટીમની સુકાની રાનીએ કહ્યું હતું કે જો તેની ટીમને હોકી વિશ્વકપના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવું છે તો તમામ ખેલાડીઓએ ઇટલી વિરુદ્ધ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરવું પડશે

  પુલ-બીમાં સામેલ ભારતીય ટીમનો ઇંગ્લેન્ડ વિરુદ્ધ પહેલો મેચ 1-1 થી ડ્રો થયો હતો જયારે આયર્લેન્ડ વિરુદ્ધ બીજ મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો જયારે અમેરિકા વિરુદ્ધ મેચને ડ્રો પર અટકાવી ભારતીય ટીમ ત્રીજા સ્થાને રહી અને પ્લેઓફમાં સ્થાન હાંસલ કરી શકી છે

 ઇટાલીએ પુલસ્તર પર રમાયેલ પોતાના મેચમાં ચીન વિરુદ્ધ 3-0થી,અદ્ક્ષિણ કોરિયા સામે 1-0થી જીત હાંસલ કરી હતી જોકે અંતિમ મેચમાં નેધરલેન્ડ સામે 1-12થી ઘોર પરાજયનો સામનો કરવો પડ્યો હતો

(5:43 pm IST)