Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચનો આ છે ઇતિહાસ

નવી દિલ્હી: પ્રવાસી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટશ્રેણીનો બુધવારથી પ્રારંભ થવા જઇ રહ્યો છે.૧૯૩૨થી ભારતીય ટીમ ઇંગ્લેન્ડમાં કુલ ૧૭ વખત ટેસ્ટશ્રેણી રમી ચૂકી છે. આ પૈકી ઇંગ્લેન્ડનો ૧૩માં, ભારતનો ત્રણમાં શ્રેણી વિજય થયો છે જ્યારે ૨૦૦૨માં રમાયેલી ટેસ્ટશ્રેણી ૧-૧થી ડ્રો રહી હતી. ઇંગ્લેન્ડની ધરતી પર ભારતનો ૫૭ ટેસ્ટમાંથી માત્ર ૬મા વિજય અને ૩૦મા પરાજય થયો છે જ્યારે ૨૧ ટેસ્ટ ડ્રો રહી છે. ઇંગ્લેન્ડમાં ભારતના ટેસ્ટશ્રેણી વિજયના ફ્લેશબેક પર નજર કરીએ... ૨૩ જૂનથી ૭ સપ્ટેમ્બરના ઇંગ્લેન્ડપ્રવાસમાં ભારતીય ટીમ કુલ ૧૯ ફર્સ્ટ ક્લાસ મેચમાં રમી હતી, જેમાંથી તેનો ૭માં વિજય-૧માં પરાજય થયો હતો જ્યારે ૧૧ મેચ ડ્રો રહી હતી. લોર્ડ્ઝ ખાતે રમાયેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટ અને માન્ચેસ્ટર ખાતે રમાયેલી પ્રથમ બંને ટેસ્ટ ડ્રો પરિણમી હતી. ઓવલ ખાતે શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતનો ૪ વિકેટે રોમાંચક વિજય થયો હતો અને તેની સાથે જ શ્રેણી ૧-૦થી જીતી હતી. ઇંગ્લેન્ડમાં ભારતનો આ પ્રથમ ટેસ્ટ અને શ્રેણી વિજય હતો. ટેસ્ટશ્રેણીમાં ભારત માટે અજીત વાડેકરે સૌથી વધુ ૨૦૪ રન નોંધાવ્યા હતા જ્યારે વેંકટરાઘવને સૌથી વધુ ૧૩ વિકેટ ખેરવી હતી. ત્રીજી ટેસ્ટમાં ભારતના વિજયનો સંક્ષિપ્ત સ્કોર : ઇંગ્લેન્ડ (પ્રથમ ઇનિંગ્સ) ૩૫૫ (એલન નોટ્ટ ૯૦, સોલકર ૧૫-૪-૨૮-૩), ભારત (પ્રથમ ઇનિંગ્સ) : ૨૮૪ (ફરોખ એન્જિનિયર ૫૯, ઇલિંગવર્થ ૩૪.૩-૧૨-૭૦-૫), ઇંગ્લેન્ડ (બીજી ઇનિંગ્સ) ૧૦૧ (ચંદ્રશેખર ૧૮.૧-૩-૩૮-૬), ભારત (બીજી ઇનિંગ્સ ) ૧૭૪/૬ (અજીત વાડેકર ૪૫).

(5:19 pm IST)