Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં વિકેટકિપિંગ કરશે દિનેશ કાર્તિક

નવી દિલ્હી: બુધવારે અહીં ઇંગ્લૅન્ડ સામે શરૃ થઈ રહેલી પ્રથમ ટેસ્ટ-મૅચમાં ભારત વતી વિકેટકીપિંગની જવાબદારી સંભાળનાર ૩૩ વર્ષીય દિનેશ કાર્તિક છેલ્લે ૨૦૦૭ની સાલમાં (૧૦ વર્ષ પૂર્વે) બ્રિટિશરોની ધરતી પર ટેસ્ટ-શ્રેણી જીતનારી ભારતીય ટીમનો એવો એકમાત્ર ખેલાડી છે જે વર્તમાન ટીમમાં છે. સિરીઝમાં ભારત રાહુલ દ્રવિડની કૅપ્ટન્સીમાં -૦થી જીત્યું હતું. જોકે, શ્રેણીમાં મહેન્દ્રસિંહ ધોની ભારતનો વિકેટકીપર હતો અને કાર્તિક બૅટ્સમૅન તરીકે ટીમમાં હતો. ૯૬૭થી ૨૦૧૧ સુધીમાં ભારત સ્થળે કુલ ટેસ્ટ રમ્યું છે જેમાંથી પાંચ હાર્યું છે અને એક ટેસ્ટ ડ્રૉમાં ગઈ છે.કાર્તિક ટૂરમાં ૭૭ રન અને ૯૧ રનની બે મહત્ત્વપૂર્ણ ઇનિંગ્સ રમ્યો હતો. તે વખતે ઈજાગ્રસ્ત વૃદ્ધિમાન સાહાની ગેરહાજરીમાં વિકેટકીપિંગની જવાબદારી સંભાળશે. તે તાજેતરમાં અફઘાનિસ્તાન સામેની ટેસ્ટમાં વિકેટકીપર હતો. તેણે અહીં ભારતીય ક્રિકેટ બોર્ડની ચૅનલને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે 'હું વખતે ખૂબ ઉત્તેજિત છું, પરંતુ ઘણો નર્વસ પણ છું. મોટા દેશ સામે ઘણા વખતે ફરી ટેસ્ટ-ક્રિકેટ રમવાનો છું. ઇંગ્લૅન્ડમાં રમવું બહુ મોટો પડકાર કહેવાય. મને ૨૦૦૭ની શ્રેણીનું બહુ યાદ નથી, કારણકે મારી સ્મરણશક્તિ બહુ સારી નથી. જોકે, ખૂબ સારી ટેસ્ટ-સિરીઝ હતી એટલું મને જરૃર યાદ છે. બન્ને દેશો આખી સિરીઝમાં ઘણું સારું રમ્યા હતા.' કાર્તિકે ૨૦૦૭ની ટેસ્ટ-શ્રેણી વિશે વધુમાં કહ્યું હતું કે 'બન્ને દેશે ત્યારે ત્રણેય ટેસ્ટ માટેની ઇલેવનમાં કોઈ ફેરફાર નહોતા કર્યા. ટીમમાં કોઈ બદલાવ નહોતા કરાયા બતાવી આપે છે કે તેમને પોતાની ટીમના પર્ફોર્મન્સની ગુણવત્તા પર કેટલો બધો ભરોસો હતો.'

(5:16 pm IST)