Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

ક્રિસ ગેલે બનાવ્યો આ રેકોર્ડ

નવી દિલ્હી: વેસ્ટઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલે બાંગ્લાદેશ સામેની સેંટ કીટ્સમાં રમાયેલ ત્રીજી વન-ડે મેચમાં એક મોટી સિધ્ધી પોતાને નામે કરી લીધી છે. ક્રિસ ગેલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવા મામલે પાકિસ્તાનના ભૂતપૂર્વ દિગ્ગજ શાહિદ આફ્રિદીના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી છે.બાંગ્લાદેશ સામેની ત્રીજી અને નિર્ણાયક વન-ડેમાં ક્રિસ ગેલે ૬૬ બોલમાં ૭૩ રનની શાનદાર ઈનિંગ રમી જેમાં ચોગ્ગા અને છગ્ગા સામેલ હતા. બાંગ્લાદેશ વિરુદ્ધ ૧૮મી ઓવરમાં મહમુદુલ્લાહ રીયાદની બોલિંગ પર સિક્સ ફટકારતાની સાથે ક્રિસ ગેલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌૈથી વધુ સિક્સ ફટકારવાના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી. હવે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ ૪૭૬ સિક્સ પાકિસ્તાનના શાહિદ અફ્રિદી અને વેસ્ટઈન્ડિઝના ધુરંધર ક્રિસ ગેલના નામે સંયુક્તરુપથી છે. જોકે, ક્રિસ ગેલ હવે એક વધુ સિક્સ ફટકારશે તો તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારવા મામલે પ્રથમ ક્રમે પહોંચી જશે આફ્રિદીએ ૫૨૪ ઈન્ટરનેશનલ મેચમાં કુલ ૪૭૬ સિક્સ ફટકારી છે જ્યારે ક્રિસ ગેલે કારનામુ માત્ર ૪૪૩ મેચોમાં કરી બતાવ્યુ છે. ત્રીજા ક્રમાંકે યાદીમાં ન્યુઝિલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન મેક્કુલમનુ નામ છે જેણે ૪૩૨ મેચમાં ૩૯૮ સિક્સ ફટકારી છે.

(5:12 pm IST)