Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

ફ્રેન્ચ ઓપન 2021: પ્રથમ રાઉન્ડમાં જીત બાદ પ્રેસ કોન્ફરન્સમાં ન પહોંચી નાઓમી ઓસાકા : ફટકાર્યો દંડ

નવી દલહી" જાપાનની ટેનિસ ખેલાડી નઓમી ઓસાકાએ ફ્રેન્ચ ઓપનનો પ્રથમ રાઉન્ડ જીત્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો ન હતો, જેના માટે તેને ભારે દંડ કરવામાં આવ્યો છે. વચન મુજબ મેચ પછી ઓસાકા કોન્ફરન્સમાં જવાનું હતું, પરંતુ તે પ્રશ્નોના જવાબ આપવા માટે આવી ન હતી. ઓસાકા પર 15,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે અને જો તે ફરીથી આવું કરે તો તેની સામે કડક પગલા ભરવાની સૂચના પણ આપવામાં આવી છે.

 

(5:13 pm IST)