Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપડાએ ધાર્મિક સ્થળોને લઇ ઉઠાવ્યા સવાલો ધાર્મિક સ્થળોને ખોલવાની શું જરૂર છે ? જો કે સોશ્યલ મીડીયામાં આ ટવીટ બાદ થયો ટ્રોલ

નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપડા શનિવારે તે સમયે ટ્રોલ થઈ ગયો, જ્યારે તેણે લૉકડાઉનની સાથે ધાર્મિક સ્થળો ખોલવા પર ટ્વીટ કર્યું હતું. કોવિડ-19 મહામારીથી બચાવ માટે દેશભરમાં છેલ્લા બે મહિનાથી લાગૂ લૉકડાઉનને ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને કેન્દ્ર સરકારે તેને અનલોક નામ આપ્યું છે.

8 જૂને શરૂ થનાર પ્રથમ તબક્કો અનલોક 1 હશે, જેમાં રેસ્ટોરન્ટ, હોટલ, મોલ, શોપિંગ સેન્ટર અને ધાર્મિક સ્થળોને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારની આ જાહેરાત બાદ આકાશ ચોપડાએ પોતાના ટ્વીટમાં ધાર્મિક સ્થળોને ખોલવા પર સવાલ ઉઠાવ્યા હતા. ત્યારબાદ તે ટ્રોલ થઈ ગયો હતો.

કોમેન્ટ્રીમાં જાણીતું નામ 42 વર્ષના આકાશ ચોપડાએ ટ્વીટ કર્યુ, 'મોલ, રેસ્ટોરન્ટ વગેરે.. આ નાણાકીય જરૂરીયાત માટે જરૂરી છે... અને તેથી તેને હંમેશા માટે બંધ રાખવા સંભવ નથી પરંતુ આપણે ધાર્મિક સ્થળો ખોલવાની શું જરૂર છે?  ઇશ્વર દરેક જગ્યાએ છે.... કે નથી? તેને આ ટ્વીટ બાદ સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.'

એક યૂઝરે તો પુજારીઓની આવકને લઈને પણ સવાલ ઉઠાવ્યો કે તે પણ લૉકડાઉનમાં કમાણી કરી શકતા નથી.

વારંદની નામની એક યૂઝરે લખ્યું કે, ઈશ્વર દરેક જગ્યાએ છે.

તો એક યૂઝરે લખ્યું કે, ક્રિકેટ તો ગલીમાં પણ રમી શકાય છે. એક અન્યએ લખ્યુ કે, ક્રિકેટમાં કોમેન્ટ્રીનું શું કામ.

(3:57 pm IST)