Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

બે વર્લ્ડ કપ વિજેતા ટીમનો સુકાની આર્થિક ભિંસમાં

દિવ્યાંગ ક્રિકેટરને નોકરીની સખત જરૂર : દિવ્યાંગ ક્રિકેટર માટે યોગ્ય નોકરી હોવી કોઈ એવોર્ડથી ઓછું નથી : બે મહિનાથી સેલરી મળી નથીઃશેખર નાઈક

નવી દિલ્હી, તા. ૩૧ : બે વખતની વર્લ્ડકપ ચેમ્પપિયન ભારતીય ટીમના કેપ્ટન શેખર નાઈકનું માનવું છે કે, દૃષ્ટિબાઘિત ક્રિકેટર માટે યોગ્ય નોકરી હોવી કોઈ એવોર્ડથી ઓછું નથી. તેમણે કહ્યું કે, જો એવું ન થાય તો તેમના માટે પોતાની જરૂરિયાતોને પૂરી કરવી સંભવ નથી. નાઈક એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરે છે. કંપનીએ છેલ્લા બે મહિનાથી તેમને સેલરી આપી નથી. કંપનીનું કહેવું છે કે, કોરોના વાયરસની મહામારીને કારણે તેને ખૂબ જ આર્થિક નુકસાન થયું છે. આ દરમિયાન નાઈકની લગભગ તમામ બચત વપરાઈ ગઈ છે. તેમણે જણાવ્યું છે કે, આ સારી વાત છે કે બ્લાઈન્ડ ક્રિકેટર્સને એવોર્ડ મળી રહ્યાં છે. જોકે ભલે નાની કેમ ન હોય પણ તેમને એક સિક્યોર જોબ મળવી જોઈએ જેથી તેઓ પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરી શકે. નાઈકે કહ્યું કે, મારી સેલેરી ૨૫ હજાર રૂપિયા છે જેમાંથી ૧૨ હજાર મારા ઘરનું ભાડું જતું રહે છે. પહેલું હું કોઈ રીતે ગુજારો કરતો હતો. પણ લોકડાઉનને કારણે મારી સેલેરી હોલ્ડ પર છે અને છેલ્લા બે મહિનાથી હું ઘરનું ભાડું આપી શક્યો નથી. ગત ડિસેમ્બરમાં હું દિલ્લીમાં ખેલમંત્રી કિરણ રિજુજૂને પણ મળ્યો અને તેમણે કહ્યું કે પદ્મશ્રીથી વધારે મારે સારી નોકરીની જરૂર છે કારણ કે મારી પત્ની પણ બલાઈન્ડ છે. ભારતને ૨૦૧૨નો બ્લાઈડ ટી-૨૦ વર્લ્ડકપ અને ૨૦૧૫નો બ્લાઈન્ડ વન-ડે વર્લ્ડકપ જીતાડનારા કેપ્ટનની આ વ્યથા નવી નથી. તેણએ ઘણીવાર મેનેજમેન્ટના અધિકારીઓને આ વિશે અપીલ કરી છે પણ કોઈ ફાયદો ન થયો. તેમને રમતના મેદાનો પર સારા પ્રદર્શનથી જેે પણ રોકડ પુરસ્કાર મળ્યા તેને અન્ય ચૂકવણીઓમાં ખર્ચ કર્યા.

(8:11 pm IST)