Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

પ્રો કબડ્ડી લીગ માટે હરરાજીઃ ૬ ખેલાડીઓને મળ્યા કરોડો રૂપિયા

મુંબઇઃ આઇપીઅેલ ક્રિકેટ મેચ બાદ પ્રો કબડ્ડી લીગ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેચ માટે કબડ્ડીના ખેલાડીઓની હરરાજી કરવામાં આવી હતી. તેમાં કરોડો રૂપિયાની બોલી બોલવામાં આવી હતી.

પ્રો કબડ્ડી લીગની હરાજીના પ્રથમ દિવસે છ ખેલાડીઓને એક કરોડ રૂપિયાને પાર કરી ઈતિહાસ રચ્યો છે. મોનૂ ગોયાત પર હરિયાણા સ્ટીલર્સે સૌથી વધુ ૧.૫૧ કરોડ રૂપિયાની બોલી લગાવી હતી.

ઈરાનના ફઝલ અત્રાચલી પ્રો કબડ્ડી લીગની બોલીમાં એક કરોડની રકમ મેળવનાર પ્રથમ ખેલડી બની ગયા જેમને 'યૂ મુંબા' એ પોતાની ટીમની સાથે જોડ્યા છે.

આ ડિફેન્ડરની બેસ પ્રાઈઝ ૨૦ લાખ રૂપિયા હતા, પરંતુ યૂ મુંબાએ આ ખેલાડીને ખરીદવા માટે એક કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

ત્યારે દીપક હુડ્ડા પ્રો કબડ્ડી લીગના ઇતિહાસમાં કરોડપતિ ગ્રુપમાં સામેલ થનાર પ્રથમ ભારતીય બની ગયા છે. જયપુર પિંક પેન્થર્સે તેમને ૧.૧૫ કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા.

 રાહુલ ચૌધરી પર બીજી સર્વાધિક બોલી દિલ્હીએ લગાવી હતી, પરંતુ તેલેગુ ટાઈટન્સે 'ફાઈનલ બીડ મેચ' દ્વ્રારા તેમને ૧.૨૯ કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. જાંગ કુન લીને બંગાળ વોરિયર્સે ૩૩ લાખમાં ખરીદ્યા હતા.

(5:53 pm IST)