Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

ભારત સામેની મેચ માટે ઓસ્ટ્રેલિયા 'એ' ટીમની જાહેરાત

નવી દિલ્હી: ઓસ્ટ્રલિયા ક્રિકેટ બોર્ડે ભારતમાં આગામી ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં રમાનાર ભારત 'એ', સાઉથ આફ્રિકા 'એ' સામે રમાનાર ત્રિકોણીય વનડે ટુર્નામેન્ટ તેમજ ભારત 'એ' સામે રમાનાર ચાર દિવસની બે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયા 'એ' ટીમની જાહેરાત કરી છે. ટેસ્ટ ટીમની કેપ્ટન્સ મિચેલ માર્શ કરશે જ્યારે વન ડે ટુર્નામેન્ટમાં ટ્રાવીસ હેડ કેપ્ટન રહેશે. વન ડે ત્રિકોણીય જંગમાં પ્રત્યેક ટીમ અન્ય બે ટીમ સામે બે-બે મેચ રમશે અને તે પછી બે ફાઈનલિસ્ટ નક્કી થશે. વિજયવાડા અને વિઝાગમાં મહત્તમ મેચો યોજાનાર છે. ઓસ્ટ્રેલિયાએ બોલ ટેમ્પરિંગ બાદ સ્મિથ અને વોર્નર પર એક વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે, જેના કારણે આ પ્રવાસને કેપ્ટન્સીના ટેસ્ટ તરીકે પણ જોવામાં આવી રહ્યો છે.  ભારતની પીચ પર રમવાનો પણ અનુભવ યુવા ખેલાડીઓને મળશે. ઓસ્ટ્રેલિયા 'એ' ચાર દિવસની શ્રેણીની ટીમ : મિચેલ માર્શ (કેપ્ટન) એલેક્સ કેરે (વિકેટ કિપર), એસ્ટોન અગર, બ્રેન્ડન ડોગેટ, પીટર હેન્ડસકોમ્બે, માઇકલ નેસર, જોઅલપારિસ, કુર્તિસ પેટરસન, મેથ્યુ રેન્શૉ, મિચ સ્વેપ્સન અને કીસ ટ્રેઇએઇન ઓસ્ટ્રેલિયા 'એ'વન ડે ટીમ : ટ્રાવિસ હેડ(કેપ્ટન), એલેક્સ કેરે (વાઇસ કેપ્ટન), એસ્ટન અગરે, પીટર હેન્ડસકોમ્બે, ઉસમાન ખ્વાજા, લાબુચાંગે, માઇકલ નેસેર, મેથ્યુ રેન્શો, જાઈ રિચાર્ડસન, ડાક્રી શોર્ટ, બિલી સ્ટાનલેક, મિચ સ્વેપ્સન, ક્રીસ ટ્રેમાઈન અને જેક વાઇલ્ડરમુથ

(4:40 pm IST)