Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

ફ્રેન્ચ ઓપનના પહેલા રાઉન્ડમાં યૂકીની હાર

નવી દિલ્હી: ભારતના યુકી ભાંવરીએ ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડસ્લેમ ટૂર્નામેન્ટમાં મેન્સ સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં હારનો સામનો કરવો પડયો છે. ભાંવરી બેલ્જિયમના રુબૈન બેમેલમેન્સ સામે -, -, -૬થી હાર્યો હતો. સાથે પ્રથમ રાઉન્ડમાં તેના અભિયાનનો અંત આવી ગયો છે. બીજીબાજુ પુરુષ ડબલ્સમાં રોહન બોપન્નાએ પ્રથમ રાઉન્ડમાં જીત સાથે બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે. 
બોપન્નાએ પોતાના જોડીદાર રોઝર વેલસીન સાથે મળીને અમેરિકાના ટેલર ફ્રિટ્જ અને ફ્રાંસેસે ટીફોની જોડીને સીધા સેટમાં -, -૧થી પરાજય આપીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. બોપન્નાએ ગત વર્ષે કેનેડાની ગેબ્રીયેલા ડાબ્રોવસ્કી સાથે મળીને મિક્સ્ડ ડબલ્સનુ ટાઈટલ જીતી લીધુ હતું. યુકી અને બેમેલમેન્સ વચ્ચે બીજી મેચ હતી. પહેલા એટીપી દિલ્હી ઓપન ૨૦૧૫માં બન્ને ટકરાયા હતા. જેમાં યુકી ભાંવરીએ જીત મેળવી હતી. ભારતના પ્રજનેશ ગુનેશ્વરને લકી લુઝર તરીકે ટૂર્નામેન્ટમાં જગ્યા બનાવી હતી પરંતુ ટૂર્નામેન્ટ પહેલા તેણે ઈટાલી ચેલેન્જર્સ સ્પર્ધામાં ભાગ લેવાનો નિર્ણય કર્યો જેથી તે ટૂર્નામેન્ટમાં રમી શક્યો નહીં. કારણકે મુખ્ય ડ્રોમાં રમવા માટે ખેલાડીએ હસ્તાક્ષર કરવા સ્થળ પર હાજર રહેવુ જરુરી છે અને દરમિયાન તે અન્ય કોઈ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શક્તો નથી. 

(4:35 pm IST)