Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

વર્લ્ડકપમાં ધોની નંબર પાંચ પર બેટીંગ કરે એવો દિગ્ગજોનો મત

તાજેતરમાં સમાપ્ત થયેલી આઈપીએલમાં ભારતીય ટીમના વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોનીએ શાનદાર બેટીંગ કરીને પોતાના ટીકાકારોની બોલતી બંધ કરી હતી, જેને કારણે ભારતના દિગ્ગજ ખેલાડીઓનું માનવું છે કે ઈંગ્લેન્ડમાં આવતા વર્ષે થનારા વર્લ્ડકપ માટે ધોનીએ નંબર ૬ને બદલે નંબર પાંચ પર બેટીંગ કરવી જોઈએ. જો ધોની નંબર પાંચ પર બેટીંગ કરે તો એનાથી ટીમને વધુ લાભ થશે.

અંશુમાન ગાયકવાડ, કે. શ્રીકાન્ત અને લક્ષ્મણ શિવરામ ક્રિષ્નનને આ વાતમાં કોઈ મુશ્કેલી નથી લાગતી કે આવતા વર્ષે થનારા વર્લ્ડકપ માટે ધોની અત્યારથી જ વન-ડેમાં નંબર પાંચ પર બેટીંગ કરે. જો કે ભૂતપૂર્વ સિલેકટર વિક્રમ રાઠોડ અને અતુલ વાસનના મતે ધોનીની ઓળખ ફીનીશર તરીકેની છે એથી તેના બેટીંગ ક્રમાંકમાં કોઈ પણ જાતની છેડછાડ ન કરવી જોઈએ.

(4:13 pm IST)
  • રાહુલ ગાંધી તો ‘‘પુણ્‍યાત્‍મા'' છે મને વિશ્વાસથી કર્ણાટકની સત્તા સોંપી : બેંગ્‍લોર : કર્ણાટકના મુખ્‍યમંત્રી કુમારસ્‍વામી નું નિવેદનઃ રાહુલ ગાંધી તો પુણ્‍યાત્‍મા છેઃ તેમણે મને વિશ્વાસથી કર્ણાટકની સત્તા સોંપી છેઃ અમને એક સારી તક મળી છે જેનો ઉપયોગ કરીશું access_time 12:20 pm IST

  • મેઘાલયમાં વિજય બાદ કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી :મેઘાલયની અપાતી વિધાનસભા સીટ પર કોંગ્રેસની જીતથી સૌથી મોટી પાર્ટી બનવા છત્તા વિપક્ષમાં બેસશે:60 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસના હવે 21 ધારાસભ્યો થયા: સતાધારી એનપીપીથી એક સીટ વધુ છે :એનપીપીનાં નેતૃત્વવાળી સરકારમાં ભાજપના 2,યુડીપીના 6,પીડીએફના 4,એચએસપીડીપી2,એનસીપી 1,અને 2 અન્ય મળીને સરકાર બની છે access_time 1:17 am IST

  • લાંબી છલાંગ લગાવવા માટે બે કદમ પાછળ હટવું પડે છે:કૈરેનામાં ભાજપના પરાજય બાદ રાજનાથસિંહની પ્રતિક્રિયા : કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે યુપીના કૈરેના બેઠક પર ભાજપના પરાજય બાદ મોટી પ્રતિક્રિયા અપાતા કહ્યું હતું કે ક્યારેક ક્યારેક લાંબી છલાંગ લગાવવા માટે બે ડગલાં પાછળ હટવું પડે છે access_time 1:17 pm IST