Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

કોમનવેલ્થમાં ગોલ્ડ જીતનાર ડિસ્કસ થ્રો એથ્લીટ વિકાસ ગૌડાએ લીધી નિવૃતિ

ડિસ્કસ થ્રોના ટોચના એથ્લીટ વિકાસ ગૌડાએ ૧૫ વર્ષ કરતા વધુ સમય સુધી રમ્યા બાદ ગઈ કાલે નિવૃતિની ઘોષણા કરી હતી. દરમિયાન તે કોમનવેલ્થ ગેમ્સમાં આ સ્પર્ધામાં મેડલ જીતનારો પહેલો અને એકમાત્ર પુરૂષ ખેલાડી બન્યો હતો. જો કે તેનો આ નિર્ણય કંઈ આંચકાજનક નથી, કારણ કે ગયા વર્ષે ભુવનેશ્વરમાં એશિયન ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ આ ખેલાડીએ કોઈ મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ નહોતો લીધો. ૨૦૧૦ની કોમનવેલ્થ ગેમ્સમાં તેણે સિલ્વર તો ૨૦૧૪ની ગ્લાસગો ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

(4:11 pm IST)