Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

લાયોનેલ મેસીની ગોલ હેટ્રિકથી મળી જીત

નવી દિલ્હી: દુનિયાના ટોચના સુપરસ્ટાર લાયોનેલ મેસીની ગોલ હેટ્રિકને સહારે આર્જેન્ટીનાએ હૈતી સામેની ફ્રેન્ડલી ફૂટબોલ મેચમાં -૦થી વિજય મેળવ્યો હતો. સાથે આર્જેન્ટીનાએ ફૂટબોલ વર્લ્ડ કપની તૈયારીઓનો વિજયી પ્રારંભ કર્યો હતો. રશિયામાં તારીખ ૧૪મી જુનથી ફિફા વર્લ્ડ કપ ફૂટબોલનો પ્રારંભ થશે. આર્જેન્ટીના તરફથી કારકિર્દીની ૧૪૩મી મેચ રમી રહેલા ઝેવિયર માસ્ચેરાનોએ અત્યંત પ્રભાવક દેખાવ કર્યો હતો. મેચની સાથે માસ્ચેરાનો આર્જેન્ટીના તરફથી સૌથી વધુ ફૂટબોલ મેચો રમનારો ખેલાડી બની ગયો છે. તેણે આર્જેન્ટીનાના ઝેવિયર ઝાનેટીના રેકોર્ડને તોડી નાંખ્યો હતોલાયોનેલ મેસીએ મેચનો પ્રથમ ગોલ ૧૭મી મિનિટે પેનલ્ટી કીકની મદદથી ફટકાર્યો હતો. પછી બીજા હાફમાં તેણે આસાનીથી બોલને ગોલકિપરના માથા પરથી ગોલમાં મોકલી આપ્યો હતો. પછી તેણે  સર્જીયો એગ્યુરોને અસરકારક પાસ આપ્યો હતો અને તે ગોલમાં ફેરવાયો હતો. આર્જેન્ટીનાનો દેખાવ તેમના સાધારણ હરિફ કરતાં અત્યંત અસરકારક રહ્યો હતો. જોકે તેઓ વધુ ગોલ ફટકારી શક્યા નહતા. મેસીએ કહ્યું કે, મેચ અમારા ચાહકોને માટે મહત્વની હતી. અમે સાથે ઘરઆંગણાને ગુડબાય કહીને રશિયા તરફ રવાના થઈ રહ્યા છીએ. અમે વર્લ્ડ કપ જીતવા માટે ફેવરિટ તો નથી કારણ કે ક્વોલિફાયરમાં અમારે ભારે સંઘર્ષનો સામનો કરવો પડયો હતો. જોકે અમે સખત મહેનત કરી છે અને વર્લ્ડ કપમાં અમે શ્રેષ્ઠ દેખાવ કરવા માટે કટિબદ્ધ છીએઆર્જેન્ટીનાની ફૂટબોલ ટીમ વર્લ્ડ કપની પૂર્વ તૈયારી સ્પેનના બાર્સેલોનામાં કરશે. રશિયામાં યોજાનારા વર્લ્ડ કપમાં આર્જેન્ટીના ગુ્રપમાં આઈસલેન્ડ, ક્રોએશિયા અને નાઈજીરિયા જેવી ટીમો છે, જેમની સામે તેઓ અનુક્રમે ૧૬, ૨૧ અને૨૬મી જુને રમવાના છે.

(4:38 pm IST)