Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

ભારતીય ક્રિકેટ બોર્ડે સિલેકટરો અને અમ્પાયરોના પગારમાં કર્યો વધારો

ભારતીય ક્રિકેટ બોર્ડે ત્રણ સિલેકટરોના પગારમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. એટલુ જ નહિં, અમ્પાયરો, સ્કોરર અને વિડીયો એનાલીસ્ટના પગારમાં પણ બમણો વધારો કર્યો છે. સબા કરીમના અધ્યક્ષપદમાં બનેલી ક્રિકેટ ઓપરેશન કમીટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. વહીવટદારો પણ ચીફ સિલેકટર એમએસકે પ્રસાદના પગારમાં વધારો થાય એવુ ઈચ્છતા હતા. મહત્વની વાત તો એ છે કે ક્રિકેટ બોર્ડના ટ્રેઝરર અનિરૂદ્ધ ચૌધરીને જો કે આ વાતની માહિતી નથી. અત્યારે ચીફ સિલેકટરને વાર્ષિક ૮૦ લાખ રૂપિયા તો અન્ય સિલેકટરોને ૬૦-૬૦ લાખ રૂપિયા મળે છે. એને બદલે ચીફ સિલેકટરને એક કરોડ રૂપિયા તો અન્ય સિલેકટરોને વાર્ષિક ૭૫ થી ૯૦ લાખ રૂપિયા પગાર આપવામાં આવશે. ક્રિકેટ બોર્ડેે આ ઉપરાંત ડોમેેસ્ટીક મેચના રેફરી, અમ્પાયરો, સ્કોરર અને વિડીયો - એનેલીસ્ટના પગારમાં બમણો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

(4:11 pm IST)