Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

કોરોના વાઇરસને કારણે એશિયા કપની શકયતા નહીંવત

૬ મહિના સુધી એકપણ ટુર્નામેન્ટ ન રમાય તેવા સંજોગો

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ બોર્ડનું કહેવું છે કે ૨૦૨૦ એશિયા કપના ચાન્સ નહીંવત છે. કોરોના વાયરસો કારણે દુનિયા જાણે થંભી ગઇ છે. દુનિયા લોકડાઉન થઇ ગઇ છે. અને સ્પોર્ટસ ઇવેન્ટ પણ પોસ્ટપોન્ડ થઇ રહી છે. ૨૦૨૦ ઓલિમ્પિકને ૨૦૨૧માં શિફટ કરવામાં આવી છે. આઇપીએલને પણ ૧૫ એપ્રિલ સુધી સસ્પેન્ડ કરવામાં આવી છે. આ તમામ વચ્ચે ૨૦૨૦ એશિયા કપ રમવામાં નહીં આવે એવી શકયતા વધુ છે. આગામી છ મહિનામાં કઇ-કઇ ટુર્નામેન્ટ રમાડવામાં આવે એ વિશે કઇ નક્કી નથી. જોકે ભારતીય ક્રિકેટ બોર્ડ મુજબ આ વર્ષે એશિયા કંપની શકયતા ઓછી છે અને તેઓ પહેલાં એવી ટુર્નામેન્ટ પર ધ્યાન અપાશે જેનાથી ઓસ્ટ્રેલિયામાં થનારા ટી-૨૦ કપને ફાયદો થાય.

(4:16 pm IST)