Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

ઇમ્ફાલમાં બની પહેલી ટ્રાન્સજેન્ડર ફુટબોલ ટીમ

ફૂટબોલની સ્ત્રીઓ માટેની અને પુરુષો માટેની ટીમો બધા જ રાજયોમાં હોય છે, પરંતુ ટ્રાન્સજેન્ડરોનું શું? મણિપુરની રાજધાની ઈમ્ફાલમાં એલજીબીટીકયુ સમુદાયે પોતાની ટ્રાન્સજેન્ડરોની ફૂટબોલ ટીમ તૈયાર કરી છે. ટ્રાન્સજેન્ડરોને ન તો મહિલા ટીમમાં જગ્યા મળે છે ન પુરુષોની ટીમમાં. ટીમ બનાવ્યા પછીયે મુશ્કેલીઓનો પાર નથી કેમ કે તેમની સામે રમવાવાળું પણ કોઈક જોઈએને? એટલે તેમણે ૧૪ ખેલાડીઓના બે ભાગ પાડી દીધા છે અને સાત-સાત જણની ટીમ બનાવીને આપસમાં મેચ રમે છે. મણિપુરમાં હોળી વખતે યોશાંગ ફેસ્ટિવલ મનાવાય છે. આ ફેસ્ટિવલ દરમ્યાન આ મેચનું આયોજન થયેલું.

(4:16 pm IST)