Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

હોકીનું ચેમ્પિયન જર્મની રેન્કિંગ્સમાં ચોથા પરથી પહેલા નંબરેઃ ભારતના હોકી કોચનું રાજીનામું

ભારત છેક નવમાં સ્થાને

નવી દિલ્હીઃભુવનેશ્વરમાં  મેન્સ હોકી વર્લ્ડ કપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન બેલ્જિયમને ૩-૩ની બરાબરી બાદ એકસાઈટિંગ પેનલ્ટી શૂટઆઉટમાં ૫-૪થી હરાવનાર જર્મની રેન્કિંગ્સાં ચોથા નંબર પરથી પહેલા નંબરે આવી ગયું છે.

જર્મની ક્રમાંકમાં ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ અને નેધરલેન્ડ્સને બાજુએ રાખીને સર્વોપરી થયું છે. વર્લ્ડ કપમાં ભારત નવમા નંબરે રહ્યું હતું. આ સ્થાને પહોંચતાં પહેલાંની બે મેચમાં ભારતે પહેલા જાપાનને ૮-૦થી અને પછી સાઉથ આફ્રિકાને ૫-૨થી હરાવ્યું હતું. ભારતીય હોકી ટીમ છેક નવમા નંબર પર રહી એને પગલે ટીમના ૫૮ વર્ષની ઉંમરના કોચ ગ્રેહામ રીડે રાજીનામું આપ્યું હતું.

(3:26 pm IST)