Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

અબુ ધાબીની એક્ઝિબિશન ટુર્નામેન્ટમાંથી યોકોવિચે નામ પાછું ખેંચ્યું

નવી દિલ્હી:  વર્લ્ડ નંબર વન ટેનિસ સ્ટાર રફેલ નડાલ બાદ હવે ભૂતપૂર્વ નંબર વન સર્બિયન સ્ટાર યોકોવિચ પણ ફિટનેસની સમસ્યાને કારણે અબુ ધાબીમાં યોજાનારી એક્ઝિબિશન ટુર્નામેન્ટમાંથી ખસી ગયો છે. યોકોવિચને કોણીની ઈજા સતાવી રહી છે અને આ કારણે તે ઓસ્ટ્રેલિયન ઓપન પણ ગુમાવે તેવો ભય સેવાઈ રહ્યો છે. ૧૨ ગ્રાન્ડ સ્લેમ જીતી ચૂકેલો યોકોવિચ ગત વર્ષે જુલાઈમાં વિમ્બલ્ડનની ક્વાર્ટર ફાઈનલમાં રમ્યો હતો. આ પછી તે ઈજાના કારણે એક પણ ટુર્નામેન્ટમાં રમ્યો નથી. તે અબુ ધાબીમાં ચાલી રહેલી વર્લ્ડ ટેનિસ એક્ઝિબિશન ચેમ્પિયનશીપમાં સ્પેનના બૌતીસ્તા એગ્યુટ સામે ટકરાવાનો હતો, પણ આખરી સમયે તેણે ફિટનેસની સમસ્યાને કારણે ખસી જવાની જાહેરાત કરી છે. યોકોવિચનું સ્થાન ભૂતપૂર્વ નંબર વન બ્રિટીશ ખેલાડી એન્ડી મરે લેશે. મરે પણ સ્નાયુ ખેંચાઈ જવાના કારણે પરેશાન કર્યો હતો, જોકે તે હવે ફિટ લાગી રહ્યો છે અને પુનરાગમન કરવા માટે તૈયાર છે.
 

(5:09 pm IST)