Gujarati News

Gujarati News

News of Thursday, 30th November 2023

રોહિત નહીં માને તો કદાચ સૂર્યા જ કેપ્‍ટન

સાઉથ આફ્રિકાની ટૂર માટે આજે ટી-ર૦ સહિતની ટીમોની જાહેરાતઃ વિરાટે અનિヘતિ કાળ માટે બ્રેક માગ્‍યો?

નવી દિલ્‍હી : વર્લ્‍ડ કપમાં ભારતને પોતાના સુકાનમાં તમામ ૯ લીંગ મેચ અને સેમી ફાઇનલ સહિત કુલ ૧૦ મેચ જિતાડનાર રોહિત શર્માએ ર૦ર૦ ના ટી-ર૦ વર્લ્‍ડ કપની સેમી ફાઇનલ એકિઝટ બાદ ટી-ર૦ ઇન્‍ટરનેશનલ્‍સ રમવાની ઇચ્‍છા નહોતી બતાડી,

પરંતુ આવતા મહિને સાઉથ આફ્રિકાના પ્રવાસે જનારી ટીમ માટે આજે જાહેર થનારી ટીમનો સુકાની બનવા નવા સિલેકટરર્સ તેને વિનંતી કરશે. જો તે માની જશે તો તેને જ કેપ્‍ટન બનાવાશે, કારણે કે હાર્દિક પંડયા હજી પગની ઘૂંટીની ઇજામાંથી બહાર નથી આવ્‍યો.

જો કે રોહિત ટી-ર૦ ટીમનો સુકાની બનવા નહીં ઇચ્‍છે તો સૂર્યકુમાર યાદવને જે કેપ્‍ટનપદે ચાલુ રાખવામાં આવે એવી સંભાવના છે. અજિત આગરકરની આગેવાનીમાં પસંદગીકારો આજે સાઉથ આફ્રિકા સામેની વન-ડે તથા ટેસ્‍ટ-સિરીઝ માટેની ટીમ પણ કદાચ સિલેકટ કરશે.

વિરાટ કોહલીએ આ ટૂરની ટી-ર૦ તથા વન-ડે સીરીઝમાંથી જ નહીં, પણ શોર્ટ ફોર્મેટની મેચોમાંથી અનિતિ કાળ માટે બ્રેક માગ્‍યો હોવાનો અહેવાલ હતો. ૩ ડીસેમ્‍બરે ભારતીયો ઓસ્‍ટ્રેલીયા સામે છેલ્લી ટી-ર૦ રમશે અને તરત જ સાઉથ આફ્રિકાનો પ્રવાસ શરૂ થશે.

 

જાહેર શૌચાલયોની સફાઇ અંગે મ્‍યુ. કમિશનર આનંદ પટેલ પોતે તપાસમાં : લોકો સાથે વાતચીત

ઇન્‍દીરા સર્કલ, કેકેવી ચોક, લક્ષ્મીનગર હોકર્સ ઝોન, રીંગરોડ સહિતના ટોયલેટોમાં થીમ બેઇઝ કલર કરાવવા, ફુલ-છોડના કુંડા મુકવા પ્રોપર હાઇજીન જાળવવા સહિતની સુચના આપી

રાજકોટ, તા. ૩૦ : ભારત સરકારના સ્‍વચ્‍છ ભારત મિશન-૨.૦ અંતર્ગત રાજકોટ શહેરની સ્‍વચ્‍છતા  વિષયક કામગીરી અને આનુસાંગિક વ્‍યવસ્‍થા વધુ સુધ્‍ઢ બનાવવા માટે સ્‍વચ્‍છતા હી સેવાના ભાગરૂપેરાજ્‍યવ્‍યાપી સ્‍વચ્‍છતા અભિયાન સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહયું છે. જેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકાના મ્‍યુનિસિપલ કમિશનર આનંદ પટેલે શહેરના વિવિધ જાહેર ટોઈલેટની મુલાકાત લીધી હતી.

મ્‍યુનિસિપલ કમિશનર આનંદ પટેલે ઇન્‍દિરા સર્કલ ટોઈલેટ, કે.કે.વી ચોક ટોઈલેટ, લક્ષ્મીનગર હોકર્સ ઝોન ખાતે આવેલ ટોઈલેટ, રેસકોર્ષ રીંગ રોડ પર ઇન્‍કમટેક્ષ ઓફીસ સામે ટોઈલેટ,  રેસકોર્ષ રીંગ રોડ પર ફન વર્લ્‍ડ પાસે આવેલ ટોયલેટ વગેરે ટોઇલેટની મુલાકાત લીધી હતી.

મુલાકાત દરમ્‍યાન મ્‍યુનિસિપલ કમિશનરે ટોઈલેટ બિલ્‍ડીંગને  થીમ બેઇઝ કલર કરાવવો, ટોઈલેટ બહાર ફૂલ છોડના કુંડા મુકવા, નવા પેઇન્‍ટિંગ દોરવા, ટોઈલેટ સાફ સફાઈ તથા -ોપર હાઈજીન જળવાઈ રહે તે અંગે સંબંધિત અધિકરીને સૂચના આપી હતી.

મ્‍યુનિસિપલ કમિશનર આનંદ પટેલની મુલાકાત દરમ્‍યાન નાયબ મ્‍યુનિસિપલ કમિશનર અનીલ ધામેલીયા, સીટી એન્‍જીનયર  એચ. યુ. ડોઢીયા તથા  એચ. એમ. કોટક, પાર્ક એન્‍ડ ગાર્ડનના ડાયરેક્‍ટર  એલ.જે. ચોહાણ, પર્યાવરણ ઇજનેર  નીલેશ પરમાર, નાયબ પર્યાવરણ ઇજનેર  ડી. યુ. તુવર હાજર રહ્યા હતા.

(4:08 pm IST)