Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ગર્લફ્રેન્ડ મિતાલી સાથે ભારતીય ક્રિકેટર શાર્દુલ ઠાકુરે કરી સગાઈ

નવી દિલ્હી: ભારતીય ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે તેની ગર્લફ્રેન્ડ મિતાલી પારુલકર સાથે સગાઈ કરી લીધી છે. સગાઈના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. સગાઈ સમારોહ બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં યોજાયો હતો અને માત્ર નજીકના પરિવારના સભ્યો જ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. અહેવાલો અનુસાર, તેઓ આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપ પછી લગ્ન કરશે. હાલમાં BCCI દ્વારા વર્કલોડ મેનેજમેન્ટના ભાગરૂપે શાર્દુલને આરામ આપવામાં આવ્યો છે.

(5:46 pm IST)