Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

લખનઉની ટીમમાં જોડાવવા રાહુલને ૨૦ કરોડ અને રાશીદ ખાનને ૧૬ કરોડની ઓફર

૮ ટીમોએ કયા ખેલાડીઓને રિટેન કર્યા એ આજે જાહેર થશે

નવીદિલ્હીઃ IPL ૨૦૨૨નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.  ૮ ટીમોએ કયા ખેલાડીઓને રિટેન કર્યા છે તે આજે જાહેર થશે.  તમામ ટીમો રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી BCCIને સુપરત કરશે

૮ જૂની ટીમો વધુમાં વધુ ૪ ખેલાડીઓને જાળવી શકશે.  પરંતુ ઘણા ખેલાડીઓ પહેલાથી જ જૂની ફ્રેન્ચાઇઝી છોડવાની વાત કરી ચૂક્યા છે.  T20 લીગની વર્તમાન સિઝનમાં ૮ની જગ્યાએ ૧૦ ટીમો દેખાશે.  લખનઉ અને અમદાવાદ ૨ નવી ટીમો ઉમેરવામાં આવી છે.

 ઇનસાઇડ સ્પોર્ટ્સ અનુસાર, કેએલ રાહુલને લખનઉ ફ્રેન્ચાઇઝી તરફથી ૨૦ કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી છે.  ટીમ ઈન્ડિયાની T20નો વર્તમાન વાઇસ કેપ્ટન હાલમાં પંજાબ કિંગ્સનો કેપ્ટન છે.  પરંતુ તેણે ફ્રેન્ચાઈઝી છોડવાનું મન બનાવી લીધું છે.  જો રાહુલ આ ઓફર સ્વીકારી લે છે તો તે લીગના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની શકે છે.  ટીમ તેને કેપ્ટન પણ બનાવી શકે છે.  રાહુલને હવે ૧૧ કરોડ રૂપિયા મળે છે.

 દરમિયાન,  લેગ સ્પિનર રાશિદ ખાન પણ હૈદરાબાદની ટીમ છોડી શકે છે.  તેને હાલમાં ટીમ તરફથી ૯ કરોડ રૂપિયા મળે છે.  લખનઉએ રાશિદ ખાનને ૧૬ કરોડ રૂપિયાની ઓફર કરી છે. જયારે વધુમાં વધુ ૧૨ કરોડ રૂપિયા આપવા તૈયાર છે.

(2:45 pm IST)