Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

રાજસ્થાનનો ઓલરાઉન્ડર રાહુલ તેવટીયાએ પણ લગ્ન કરી લીધા

નવીદિલ્હીઃ રાજસ્થાન રોયલ્સના સ્ટાર ઓલરાઉન્ડર રાહુલ તેવટિયા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેણે પોતાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જે ઝડપથી વાયરલ થઈ રહીછ ે. રાહુલની પત્નીનું નામ રિદ્ધિ પન્નુ છે. બંનેએ આ વર્ષે ફેબ્રુઆરીમાં સગાઈ કરી હતી. રાહુલ અને રિધ્ધિના લગ્નમાં ટીમ ઈન્ડિયાના વિકેટકીપર ઋષભ પંત, નીતિશ રાણા અને યુઝવેન્દ્ર ચહલ જેવા ઘણા સ્ટાર આ જોડીને અભિનંદન આપવા પહોંચ્યા હતા.

(2:44 pm IST)