Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

બોલરોના નબળા દેખાવથી વિરાટ ભારે નારાજ

સિડની : સતત બીજી મેચમાં કાંગારૂઓ ૩૫૦ પ્લસનો સ્કોર ફટકારતાં વિરાટ બોલરોના પરફોર્મન્સથી ભારે નારાજ થયો હતો. મેચ બાદ વિરાટે બોલરો સામે બળાપો કાઢતાં કહ્યું હતું કે 'અમારા બોલરો જરાય અસરકારક નહોતા અને યોગ્ય એરિયામાં બોલ ન હોતા ફેંકી શકયા. ઓસ્ટ્રેલિયન બેટિંગ લાઇન- અપ ખૂબ મજબૂત છે અને પરિસ્થિતીથી વાકેફ છે.

(3:36 pm IST)
  • દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 30,664 કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 94, 62, 739 થઇ : એક્ટીવ કેસ 4,35,176 થયા : વધુ 41,427 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 88,77,740 રિકવર થયા : વધુ 472 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,37, 649 થયો access_time 12:12 am IST

  • વલસાડ : અચ્છારી નવીનગરી પાસે આવેલ દમણગંગા નદીના પટ્ટ પાસેથી આશરે ૭૦ જેટલી ફૂટેલી કારતૂસના ખાલી ખોખા મળી આવતા ચકચારઃ હજુ વધુ ખાલી ખોખા અને હથિયારો હોવાની શકયતાના આધારે પોલીસ તપાસ ચાલુ: છેલ્લાં ત્રણ દિવસથી ઍક મારૂતિ વાન અને અજાણ્યા બાઇક ચાલક રાત્રીના સમયે શંકાસ્પદ ફરી રહ્ના હોવાની ચર્ચા access_time 11:47 am IST

  • વલસાડ: દરિયા કિનારે અલ મદદ નામની બોટ મળી આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ : પોલીસે ઘટના સ્થળે પહોંચી શંકાસ્પદ બોટ મામલે તપાસ હાથ ધરી access_time 1:08 pm IST