Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

પાકિસ્તાન વિરુદ્ધ પિંક બોલ સાથે વોર્નરે ત્રેવડી સદી કરી

૩૮૯ બોલમાં ત્રેવડી સદી પુરી કરી સિદ્ધિ મેળવી : ડેવિડ વોર્નરે અનેક રેકોર્ડોને પોતાના નામ ઉપર કરી દીધા

એડીલેડ, તા.૩૦ : ઓસ્ટ્રેલિયાના આક્રમક ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે પાકિસ્તાનની સામે શ્રેણીની બીજી ટેસ્ટ મેચમાં ત્રેવડી સદી ફટકારી દીધી છે. વોર્નરે પિંક બોલ સાથે રમાઈ રહેલી આ ડે નાઈટ ટેસ્ટ મેચના બીજા દિવસે આ સિદ્ધિ હાંસલ કરી હતી. વોર્નરે ૩૮૯ બોલમાં ત્રેવડી સદી પુરી કરી હતી. ઓસ્ટ્રેલિયાએ ત્રણ વિકેટ ગુમાવીને ૫૮૯ રન કરીને દાવ ડિક્લેર કર્યો હતો. એ વખતે વોર્નર ૩૩૫ રન સાથે રમતમાં હતો. જ્યારે વાડે ૩૮ રન સાથે રમતમાં હતો. વોર્નરે ઈનિગ્સની ૧૨૦ ઓવરના પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકારીને ૩૦૦ રન પુરા કર્યા હતા. આના માટે વોર્નરે ૩૭ ચોગ્ગા ફટકાર્યા હતા. વોર્નરે ૪૧૮ બોલમાં ૩૯ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી આ રન બનાવ્યા હતા. વોર્નર પાકિસ્તાનની સામે ૩૦૦ રન બનાવનાર ઓસ્ટ્રેલિયાનો બીજો ખેલાડી બની ગયો છે. આ પહેલા માર્ક ટેલરે ૧૯૯૮માં પેશાવરમાં અણનમ ૩૩૪ રન બનાવ્યા હતા. વોર્નર એવો ચોથો ઓપનિંગ બેટ્સમેન છે.

                   જે ત્રિપલ સદી ફટકારી ચુક્યો છે. વોર્નરે આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપમાં શ્રેષ્ઠ સ્કોર કર્યો હતો. પાકિસ્તાનની સામે અંગત ૨૫૫માં રન બનાવતાની સાથે જ વોર્નરે આ સિદ્ધિ હાંસલ કરી હતી. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામે પૂણેમાં ૨૫૪ રનની ઇનિગ્સ રમી હતી. ૩૩ વર્ષમાં વોર્નરે ઓપનિંગ બેટ્સમેન તરીકે ત્રેવડી સદી ફટકારનાર ૧૬માં બેટ્સમેન તરીકે બની ગયો છે. પાકિસ્તાનની સામે ત્રેવડી સદી ફટકારનાર તે ચોથો બેટ્સમેન બન્યો છે. ઓસ્ટ્રેલિયા માટે ઓપનિંગ તરીકે ચોથા અને એકદરે ત્રિપલ સદી ફટકારનાર સાતમો ઓપનિંગ બેટ્સમેન બન્યો છે. ડેવિડ વોર્નર એડિલેટમાં ત્રેવડી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો. આ પહેલા ૧૯૩૨માં બ્રેડમેને આફ્રિકા સામે અણનમ ૨૯૯ રન બનાવ્યા હતા. માર્ક ટ્રેલર, મેથ્યુ હેડન, ડેવિડ વોર્નર ટોપ સ્કોરર તરીકે છે.

(8:13 pm IST)