Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

ચેન્નઈની ટેનિસ ટીમની કો- ઓનર બની અદિતિ રાવ હૈદરી

ટેનિસ પ્રિમીયમ લીગની પહેલથી આ રમત ઘરે- ઘરે પહોંચશે

મુંબઈઃ અદિતિ રાવ હૈદરી ટેનિસની ટીમ 'ચેન્નઈ સ્ટાલિયન્સ'ની કો- ઓનર બની છે. તેણે આવનારી ટેનિસ પ્રીમિયર લીગ માટે આ ટીમ ખરીદી છે. ટેનિસ પ્રીમિયર લીગની પ્રશંસા કરતાં અદિતિએ કહ્યું હતું કે 'ટેનિસ પ્રીમિયર લીગ એક સારી પહેલ છે જેના માધ્યમથી ટેનિસ ઘર- ઘર સુધી પહોંચશે. મેં જયારે આપણા દેશના ટેલન્ટેડ યંગ પ્લેયર્સ અને વ્હીલચેર પર બેસીને ખૂબ જ કુશળતાથી આ લીગની પહેલી સીઝનમાં ટેનિસ રમતા પ્લેયર્સના વિડીયો જોયા ત્યારે જ મને લાગ્યું કે આ એક એવું સ્પોર્ટ્સ છે જેનો મારે ભાગ બનવું જોઈએ.'

(12:58 pm IST)