Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

એકસકયુઝમી મિસ્ટર પોન્ટિંગ, વન ફોટો પ્લીઝ...

ક્રિકેટના ચાહકો દુનિયાભરમાં ઘણા છે. ક્રિકેટ અને ક્રિકેટરો પ્રત્યેની તેમની લાગણી પણ અતિશય હોય છે. એવામાં પોતાના મનગમતા પ્લેયર સાથે ફોટો કિલક કરવાનું કોને ન ગમે? જોકે ઘણીવાર સ્પોર્ટ્સમેન સાથે અવનવી ઘટના બનતી હોય છે અને આ વખતે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ સાથે બની છે. પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગઈકાલે બીજી ટેસ્ટ મેચ શરૂ થઈ હતી, જેમાં પોન્ટિંગ સાથે મેલની મેક્લોઘલિન કોમેન્ટરી ટીમના ભાગરૂપે સાથે આવ્યા હતા. મેચ પહેલાં એક ચાહકો પોતાનો ફોન પોન્ટિંગને આપી મેક્લોઘલિન સાથે ફોટો પડાવ્યો હતો. હવે આ સમયે પોન્ટિંગભાઈઓ પણ વગર કોઈ સવાલ કર્યો પેલા ચાહકની ઈચ્છા પૂરી કરી આપ્યું હતું. ફોટોગ્રાફર પોન્ટિંગનો ફોટો લેતો ફોટો ખુદ મેલનીએ રીટ્વીટ કર્યો હતો.

(12:57 pm IST)
  • રાજકોટ હાઇવે ઉપર ભરૂડી ટોલનાકા પાસે જીઆઈડીસીમાં દીકરાએ પિતાની કરી કરપીણ હત્યા ;પુત્ર પોલીસના સકંજામાં : વધુ વિગત મેળવાઈ રહી છે access_time 7:28 pm IST

  • આવતા રવિવારે GPSC દ્વારા DYSO એટલે કે ડે. મામલતદાર કક્ષાની પોસ્ટ માટે પરીક્ષા : રાજકોટમાં ૧ર૧૬૭ થી વધુ ઉમેદવાર : આવતા રવિવારે રાજકોટમાં GPSC દ્વારા DYSO ડેપ્યુટી મામલતદાર કક્ષાની જગ્યા માટે પ્રિમીલીનરી એકઝામ લેવાશેઃ સવારે ૧૧ થી ૧ પેપર : રાજકોટમાં પ૪ કેન્દ્રો : ૧ર૧૬૭ થી વધુ ઉમેદવારો : પરીક્ષા અંગે કલેકટર તંત્રનું સુપરવિઝનઃ આયોગના પ્રતિનિધી અને તકેદારી સુપરવાઇઝરની દરેક કેન્દ્ર ઉપર ખાસ નિમણુંક : ડે. કલેકટરોને પણ જવાબદારી access_time 3:45 pm IST

  • મહારાષ્ટ્ર વિધાનસભામાં ફડણવીસની સટાસટી, વંદેમાતરમથી કેમ શરૂઆત નહિ? નિયમો નેવે મુકાયાનો આરોપ મૂકયોઃ પ્રોટેમ સ્પીકર લાવવાની જરૂર કેમ પડી? : આજે મહારાષ્ટ્ર વિધાનસભાના સત્રના પ્રારંભે ભાજપના સભ્યોએ ભારે હંગામો મચાવ્યોઃ ભાજપના સભ્યોની નારેબાજીઃ વિપક્ષી નેતા ફડણવીસે બોલાવી સટાસટીઃ નિયમોનો ભંગ કરી સત્ર બોલાવાયાનો આરોપઃ નિયમો નેવે મૂકી પ્રોટેમ સ્પીકર લવાયાનો આરોપઃ મંત્રીઓએ ખોટી રીતે શપથ લીધાઃ સત્રનાં પ્રારંભે વંદેમાતરમ શા માટે ન બોલાયુ સ્પીકરની ચૂંટણી સુધી બહુમત પરીક્ષણ થવું ન જોઇએઃ તેમણે સત્રના પ્રારંભ સાથે રાષ્ટ્ર ગીત પણ નથી ગવાયું... access_time 3:47 pm IST