Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

અભિમન્યુના ચક્રવ્યૂહમાં ફસાયું હરિયાણા

કર્ણાટકના ફાસ્ટ બોલરે હેટ- ટ્રિક સાથે ૬ બોલમાં લીધી પાંચ વિકેટ

સુરતઃ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમાયેલી પહેલી સેમી ફાઈનલ મેચ હરિયાણા અને કર્ણાટક વચ્ચે રમાઈ હતી. કર્ણાટકના ફાસ્ટ બોલર અભિમન્યુ મિથુને આ મેચમાં શાનદાર બોલિંગ કરતાં હેટ- ટ્રિક સહિત ૬ બોલમાં પાંચ વિકેટ લીધી હતી. તેણે હિમાંશુ રાણા, રાહુલ ટેવટિયા, સુમીતકુમાર, અમિત મિશ્રા અને જયંત યાદવને આઉટ કર્યા હતા.

મિથુને હરિયાણાની ઈનિંગની અંતિમ ઓવર નાખી હતી, જેમાં તેણે ફકત બે જ રન આપ્યા હતા. એમાં પણ એક તો વાઈડ બોલ હતો. મિથુનની બોલિંગને કારણે હરિયાણાની ટીમ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૯૪ રન બનાવી શકી હતી. કર્ણાટકના દેવદત્ત પડિકલે ૪૨ બોલમાં ૮૭ રન બનાવી ટીમને આસાનીથી જીત અપાવી હતી. કર્ણાટકની ટીમે ૧૫ ઓવરમાં બે વિકેટના નુકશાન પર ૧૯૫ રન બનાવી જીત મેળવી હતી.

(12:57 pm IST)