Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

નો-બોલ પર ધ્યાન આપવા વેસ્ટ ઈન્ડીઝ સિરીઝમાં કેમેરાનો ઉપયોગ કરશે ભારતીય ક્રિકેટ બોર્ડ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ બોર્ડ ક્રિકેટની દિશામાં ઈમ્પ્રૂવમેન્ટ માટે નવાં- નવાં કાર્ય કરી રહી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની છેલ્લી સીઝનમાં નો-બોલને લઈને ઘણા વિવાદ થયા હતા અને એ સંદર્ભે આ વર્ષે ભારતીય ક્રિકેટ બોર્ડ કેમેરાનો ઉપયોગ કરીને આ સમસ્યાનું નિવારણ લાવવાનો પ્રયાસ કરી રહી છે. ભારત- બાંગલાદેશ વચ્ચેની બીજી ટેસ્ટમેચ વખતે આ ટેકનોલોજીનો ઉપયોગ થયો હતો, જેથી ફીલ્ડ પર હાજર અમ્પાયરને નો- બોલ જોવામાં મદદ મળી રહે. આ મુદ્દે વાત કરતાં બીસીસીઆઈના જોઈન્ટ સેક્રેટરી જયેશ જયોર્જે કહ્યું હતું કે 'આ દિશામાં કામ ચાલી રહ્યું છે. આઈપીએલ હંમેશાં કંઈક નવું કરવા માટે જાણીતી છે. અમારૃં લક્ષ્ય એ જ છે કે આઈપીએલની દરેક સીઝન કંઈક નવું લઈને આવે જેથી ગેમમાં મદદ મળી રહે. સૌથી મહત્વની વાત એ કે જો ટેકનોલોજી સમસ્યાનું નિવારણ લાવી શકે છે તો એ માટે પ્લેયરો શા માટે નુકશાની ભોગવે?'

(12:56 pm IST)