Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

ભારતીય મહિલા ક્રિકેટ ટીમને મળશે નવા કોચ :રમેશ પોવાનો કાર્યકાળ થયો સમાપ્ત

મિતાલી સાથેના વિવાદથી પોવારનો કાર્યકાળ વધારવાની શકયતા નહિવત

નવી દિલ્હી :મહિલા ક્રિકેટર મિતાલી રાજ અને રમેશ પોવાર વચ્ચેનો વિવાદ પ્રશાસકોની દખલ વિના કોચનો ત્રણ મહિનાનો કાર્યકાળ સમાપ્ત થયાની સાથે પૂરો થઈ ગતો છે પોવારનો કાર્યકાળ પૂરો થયા બાદ બીસીસીઆઈ આ પદ માટે નવા આદેવન મંગાવશે. એવી સંભાવના છે કે આવેદન પરવા પર પણ હવે પોવારના નામ પર વિચાર કરવામાં આવશે નહીં.

  બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, તેનો કરાર આજે પૂરો થઈ રહ્યો છે તેની વાપસીની સંભાવના નહિવત છે. વેસ્ટ ઈન્ડિઝમાં આઈસીસી ટી-20 વિશ્વકપ દરમિયાન ઈંગ્લેન્ડ વિરુદ્ધ સેમિ ફાઇનલમાં મિતાલીને બહાર રાખવાને કારણે વિવાદ થયો હતો. ભારતનો આ મેચમાં ઈંગ્લેન્ડ સામે 8 વિકેટે પરાજય થયો હતો.

(8:48 pm IST)