Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

ઉસ્માન ખ્વાજા પડશે ભારત પર ભારે : ઓસ્ટ્રેલિયા 2-1થી ટેસ્ટ શ્રેણી જીતશે: રિકી પોન્ટિંગની આગાહી

ઓસ્ટ્રેલિયાની બાઉન્સી પીચો પર કોહલી કરતા ખ્વાજામાં વધારે સારી બેટિંગ કરવાની ક્ષમતા

નવી દિલ્હી :ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ટેસ્ટ સિરિઝનો 6 ડિસેમ્બરથી પ્રારંભ થવાનો છે.એ પહેલા જ ઓસ્ટ્રેલિયન ટીમના પૂર્વ કેપ્ટન અને એક જમાનાના દિગ્ગજ બેટ્સમેન રિકી પોન્ટિંગે આગાહી કરી છે કે ભારતની ટીમ 2-1થી સિરિઝ હારી જશે.

  રિકી પોન્ટિંગનુ કહેવુ છે કે ઓસ્ટ્રેલિયા તરફથી ઉસ્માન ખ્વાજા ભારતને ભારે પડી શકે છે.કોહલી આ સિરિઝમાં સારુ રમશે તેમ મને લાગે છે પણ ખ્વાજા ઓસ્ટ્રેલિયાની બાઉન્સી પીચો પર કોહલી કરતા વધારે સારી બેટિંગ કરવાની ક્ષમતા ધરાવે છે.ખાસ કરીને પર્થની વિકેટ પર ખ્વાજાની બેટિંગ ટેકનિક તેને વધારે મદદ કરશે.

 પોન્ટિંગે ખ્વાજાના વખાણ કરતા કહ્યુ હતુ કે તે ઘણા સારા ફોર્મમાં છે અને તેની પાસે પ્રતિભા પણ છે.તે ઓસ્ટ્રેલિયા માટે મેચ વિનિંગ પ્લેયર બની શકે છે.

(8:42 pm IST)