Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

ફીફાએ જાહેર કર્યું નવું રેન્કિંગઃ બેલ્જિયમ પ્રથમ સ્થાને યથાવત :ભારત 97માં ક્રમે

નવી દિલ્હી :ફુટબોલની સર્વોચ્ચ સંસ્થા ફીફાએ  રેન્કિંગ જાહેર કર્યું હતું.બેલ્જિયમની ફુટબોલ ટીમ વિશ્વ રેન્કિંગમાં પ્રથમ સ્થાને યથાવત છે. ટોપ-10માં માત્ર બે ટીમો પોર્ટુગલ અને ઉરુગ્વેના રેન્કિંગમાં ફેરફાર થયો છે. ભારત 97મા નંબર પર છે, જ્યારે પાકિસ્તાનની રેન્કિંગ 199મી છે.

   ફીફા રેન્કિંગમાં પ્રથમ પાંચ સ્થાનોમાં કોઈ પણ ફેરફાર થયો નથી. બેલ્જિયમ 1727 પોઈન્ટની સાથે નંબર-1 પર છે. બેલ્જિયમની ટીમ આ વર્ષે યોજાયેલી ફીફા વિશ્વકપમાં ત્રીજા સ્થાને રહી હતી. તેણે ત્રીજા સ્થાન માટે રમાયેલી મેમચાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. ફ્રાન્સે ક્રોએશિયાને હરાવીને ટાઇટલ જીત્યું હતું. ફ્રાન્સ 1726 સાથે બીજા બ્રાઝીલ 1676 સાથે ત્રીજા, ક્રોએશિયા 1634 સાથે ચોથા અને ઈંગ્લેન્ડ 1631 સાથે પાંચમાં સ્થાને છે.

(8:40 pm IST)