Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

વિરાટ કોહલીએ હાથી નંબર ૪૪ને સારવાર માટે ખસેડવાની કરી અપીલ

ગયા વર્ષે જૂનમાં આ હાથીને ઢોર માર મારવામાં આવ્યો હતો

ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ પીપલ ફોર ધી એથીકલ ટ્રીટમેન્ટ ઓફ એનીમલ્સ (પીટા - PETA) ઈન્ડિયા વતી રાજસ્થાનના જંગલ અને પર્યાવરણ મિનિસ્ટરને પત્ર લખીને 'નંબર ૪૪' તરીકે જાણીતા એક હાથીને રીહેબિલિટેશન માટે ખસેડવાની અપીલ કરી હતી. ગયા વર્ષે જૂનમાં અમ્બેર ફોર્ટમાં આ હાથીને આઠ માણસોએ ઢોર માર માર્યો હતો છતાં આ મુક પ્રાણી પાસેથી તેનો કસ્ટોડીયન વાસીદ ખાન રાઈડ તરીકે સેવા લઈ રહ્યો હતો.

કોહલીએ પત્રમાં લખ્યુ હતું કે એક પ્રોફેશ્નલ ક્રિકેટર તરીકે મને મારા દેશનું પ્રતિનિધિત્વ કરવામાં ગર્વ થાય છે, પણ જયારે મને 'નંબર ૪૪' પર ગયા વર્ષે જૂનમાં થયેલા નિર્દય એટેક વિશે ખબર પડી ત્યારે અતિશય દુઃખ થયુ હતું. પ્રાણીઓ પર હિંસા એ ખરેખર અસ્વીકાર્ય અને ગેરકાનુની કૃત્ય છે, હું તમને વિનંતી કરૂ છું કે તમે નંબર ૪૪ હાથીને જરૂરી સંપૂર્ણ સારવાર આપો જેથી એ ફરીથી સ્વસ્થ અને ભયમુકત જીવન જીવી શકે.

(3:50 pm IST)